અમરેલી3 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લાના ભાજપના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રીનું અકસ્માતે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાવરકુંડલાના શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી સાથે અકસ્માત સર્જાતા પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાને પ્રથમ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોક્ટર દ્વારા પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં અગ્રણીઓ દોડી ગયા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકમય માહોલ ઉભો થયો છે. બનાવને લઇને સાવરકુંડલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે અને અકસ્માતને લઇ તપાસ હાથ ધરી છે.
ભાજપના સિનિયર નેતા હતા વી.વી.વઘાસિયા
સાવરકુંડલા પંથકના વી.વી.વઘાસિયા પ્રથમ આર.એસ.એસ.ના કાર્યકરથી તેમની રાજકીય સફર શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના મહામંત્રીથી લઈ સંગઠનમાં અનેક મહત્વ પૂર્ણ કામગીરી કરી ચુક્યા હતા. અગાઉ રાજ્ય કક્ષાના કૃષિમંત્રી તરીકે પણ સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી અને ભાજપના સંગઠનમાં કામગીરી વર્ષો સુધી કરી ચુક્યા છે. આજે અકસ્માતમાં મોત થતા સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ભારે શોકમય માહોલ જોવા મળી રહ્યો છે.