વડોદરા30 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરના મકરપુરા GIDCમાં આવેલી વરુણ ઇન્ડસ્ટ્રીઝમાં શહેર PCB પોલીસે દરોડો પાડી 100 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. પોલીસે દરોડો પાડી દારૂ પકડ્યો ત્યારે કંપની માલિકની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા GIDCમાં દરોડા
મળેલી માહિતી મુજબ વડોદરા શહેર PCB પોલીસના પીઆઇને બાતમી મળી હતી કે, મકરપુરા GIDCમાં આવેલી વરૂણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. જેથી બાતમીના આધારે PCB પીઆઇ સહિતની ટીમે બાતમી આધારિત મકરપુરા GIDCમાં આવેલ વરૂણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડો પાડ્યો હતો.
વિદેશી દારૂનો જથ્થો મળ્યો
પોલીસે દરોડો પાડી વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી અંદાજિત 100 પેટી ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીની ટીમે કંપની સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
108 મારફતે માલિકને હોસ્પિટલમાં ખસેડ્યા
PCBપોલીસના દરોડા દરમિયાન વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકને અચાનક ગભરામણ થતા તેમને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે પહોંચી હતી અને કંપની સંચાલકને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.