અમદાવાદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં આજે ફાઇનલ મેચનો ફીવર લોકોના માથે છે. હજારો લોકો અત્યારે સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે ગેટની બહાર ઊભા છે. મેચને શરૂ થવામાં કલાકો બાકી છે તે પહેલાં બહાર ઊભા છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈની મેચ છતાં મોટા ભાગના લોકો ચેન્નઇની ટીમની ટીશર્ટ પહેરીને આવ્યા છે, ધોની ધોનીની બૂમો પાડી રહ્યા છે.
વરસાદના વિઘ્નનો ડર
આજે અમદાવાદમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો ફિવર છવાયો છે. ગુજરાત ટાઈટન્સ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે આ મેચને વરસાદનું વિઘ્ન નડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કડાકાભડાકા સાથે અમદાવાદ સહિતના જિલ્લામાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતની ફરતે 3 વરસાદી સિસ્ટમ સર્જાતા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બપોર બાદ કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડશે
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.