વેરાવળમાં ત્રણ શખસોએ કેસ પાછો ખેંચી લેવાનું કહી યુવતી પર કુહાડી વડે હુમલો કર્યો, કોડીનારમાં બાઈકચોર ઝડપાયો | Three men in Veraval attacked girl with ax asking to withdraw case, bike thief nabbed in Kodinar | Times Of Ahmedabad

ઉના11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વેરાવળમાં ત્રણ શખસોએ એક યુવતીને તું અમારા પરનો કેસ પાછો ખેંચી લે કહી કુહાડીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

વેરાવળમાં રહેતા મુસ્તાક અબ્દુલ ઢોકી, આશિફ અબ્દુલ ઢોકી તેમજ કબીર અબ્દુલ ઢોકીએ તેમના ઘર પાસેથી પસાર થતી ફિરોજા નામની યુવતીને અટકાવી હતી. તેમજ આરોપીઓએ તેને અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવા નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી ભુંડી ગાળો આપી હતી. જેથી યુવતી ત્યાંથી ભાગવા જતાં ત્રણેય શખસોએ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો અને હાથમાં રહેલ કુહાડીનો એક ઘા માથામાં મારી દેતાં ગંભીર ઈજા પહોંચતા યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ બાબતે ઈજાગ્રસ્ત યુવતીના પિતા હુસેન ઓસમાણ ઈશબાણીએ ત્રણ શખસો વિરુદ્ઘ વેરાવળ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
કોડિનારમાં રહેતો કરણ લાલજી નાથ નામના શખસ દક્ષિણામૂર્તિ ગેસ ગોડાઉન પાસેથી બાઈક ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે બાઈક માલિકે પોલીસમાં ફરીયાદ કરતા ગીર સોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે કોડીનાર રહેતા કરણ નામના શખસને સત્યમ સોસાયટી, કોડીનાર ખાતેથી બાઈક અને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.