વલસાડ જિલ્લામાં સંભવિત હિટ વેવની સંભાવનાને લઈને ખેડૂતોએ ખેતરમાં જરૂરી તકેદારી રાખવા બાગાયત વિભાગે સૂચનો કર્યા | The horticulture department has advised the farmers to take necessary vigilance in the field due to the possibility of a possible heat wave in Valsad district. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Horticulture Department Has Advised The Farmers To Take Necessary Vigilance In The Field Due To The Possibility Of A Possible Heat Wave In Valsad District.

વલસાડ4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્ય હવામાન વિભાગે આગામી દિવસોમાં હિટ વેવની આગાહી આપવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં હિટ વેવની અગાહીને લઈને કરી અને લીલા શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા જણાવ્યું છે. હિટ વેવને લઈને કેરી અને લીલા શાકભાજીના પકોમાં પિયત પાણી નો સમય વધાવો જોઈએ અને રાસાયણિક ખાતર હિટ વેવ દરમ્યાન ખેતીમાં ઉપયોગ ન કરવા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવે છે. ગરમીનું પ્રમાણ વધતા ખેતરમાં ઝાડ અને શાકભાજીના છોડોને પિયત પાણી આપતા રહેવું જોઈએ તેમજ હિટ વેવ દરમ્યાન કેરી ન વેડવી જોઈએ, હીટ વેવની અસર પૂર્ણ થયા બાદ જ કેરી બેડવી જોઈએ

રાજ્ય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિટ વેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને હિટ વેવ દરમ્યાન જરૂરી તકેદારી રાખવા માટે વલસાડ જિલ્લા બાગાયત અધિકારીએ જણાવ્યું છે. જેમાં આંબા વાડીઓમાં હિટ વેવ પહેલા પરિપક્વ કેરીઓ બેડીને માર્કેટમાં વેચાણ કરી દેવું જોઈએ, લીલા શકભાજીઓમાં પણ હિટ વેવ પહેલા પરિપક્વ થયેલો પાક સમયસર ઉતારી લેવો જોઈએ. સાથે હિટ વેવ દરમ્યાન ગરમીનું પ્રમાણ વધતા ઝાડ અને શાકભાજીના છોડોને પ્રમાણસર પિયત પાણી આપતા રહેવું જોઈએ ગરમીનું પ્રમાણ વધતું હોય ત્યારે કોઈપણ પાક ઉતારવો નહીં. ખેડૂતોએ ખેતરમાં રાસાયણિક બિયારણોનો ઉપયોગ કરવાનું ટાળવો જોઈએ. ખેડૂત મિત્રોએ આંબામાંથી ફક્ત પરિપક્વ કેરીઓજ બેડવી જોઈએ અને અપરિપક્વ કેરી બેડવી ન જોઈએ. હિટ વેવ દરમ્યાન ઝાડ ના ફરતે પાણીની છંટકાવ કરીને ગરમીનું પ્રમાણ ઘટાડવા પ્રયાસ કરવો જોઈએ. વલસાડ જિલ્લામાં હાલ 37.5 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી થોડા દિવસોમાં હિટ વેવની આગાહી આપતા વલસાડ જિલ્લાના બાગાયત વિભાગમણાધિકારીએ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા વલસાડ જિલ્લા નાયબ બાગાયત અધિકારીએ જણાવ્યું હતું.