આણંદ4 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
આણંદના કુંજરાવ ગામમાં આવેલ ખેડા જિલ્લા મધ્યથ સહકારી બેંક રૂપિયા એક લાખ રોકડ રકમ ભરેલા પાકીટ લઈ જતાં ગ્રાહકના આંખમાં બાઇક ઉપર આવી ચડેલા બે ઈસમોમાથી એક ઈસમે મરચાની ભૂકી નાંખી રૂપિયા એક લાખની લૂંટ ચલાવી નાસી ગયાના બનાવની ફરિયાદ ખંભોળજ પોલીસ મથકે નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના રાસનોલ ગામના બાબુભાઈ અંબાલાલ પરમાર ગુરૂવારના બપોરના સમયે ગામની ડેરીના રૂપિયા એક લાખ લેવા માટે ખંભોળજ ખાતે આવેલી ખેડા જિલ્લા મધ્યથ સહકારી બેંક ખાતે આવ્યાં હતાં. તેઓ બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડી પરત જવા માટે નીકળ્યાં અને ચાલતા ચાલતા બેંકની થોડીક જ આગળ નીકળ્યાં હતા. જે દરમિયાન તેમની પાછળ પાછળ એક અજાણ્યો ઈસમ આવ્યો હતો અને બાબુભાઈ પરમારની આંખમાં મરચાની ભૂકી નાંખી તેમના હાથમાં રહેલા રોકડ રકમ ભરેલા એક લાખની પાકીટ ખેંચીને લૂંટ ચલાવી દોડીને સામે જ બાઈક લઈને ઉભેલો અન્ય ઈસમ પાછળ બેસીને બંને જણા નાસી ગયાં હતા.
આ અચાનક બનેલ ઘટનાને લઈને ડઘાઈ અને ડરી ગયેલ બાબુભાઈ પરમારએ બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ તે દરમિયાન લુટારુઓ બાઈક લઈને નાસી ગયાં હતા. આ અંગે બાબુભાઈ પરમાર ખંભોળજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ મથકના સીનિયર પી.એસ.આઇ કે.જી.ચૌધરી તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. આ અંગે ખંભોળજ પોલીસે બાબુભાઈ અંબાલાલ પરમાર ની ફરિયાદ ના આધારે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.