Saturday, May 6, 2023

ભાવનગરના ગારીયાધારમાં IPL મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા | Two men were caught by the police while betting on the IPL match in Bhavnagar's Gariyadhar | Times Of Ahmedabad

ભાવનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ના નવાગામ રોડ પર આવેલા પાનના ગલ્લા નજીક ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતા તુરત જ ગારીયાધાર ના નવા ગામ પાસે આવેલા પાનના ગલ્લા નજીક વોચ ગોઠવી ત્યારે શરીફાઇ કરીમભાઇ પઠાણ ઉ.વ.26એ મિલનભાઇ રાજુભાઇ કાત્રોડીયા પાસેથી મોબાઇલ ફોનમાં વોટ્સએપ ઉપર આઇ.ડી.મંગાવી જાહેરમાં પાનમાવાની દુકાનની સામે મોબાઇલ ફોનમાં વેબસાઇડ ઉપર આઇ.ડી. વડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો ઓનલાઇન જુગાર રમી રમતા ઝડપી લીધા હતા ઝડપાયેલા શખ્સો પાસેથી મોબાઇલ ફોન-1, રોકડ રૂપિયા 500 સાથે કુલ રૂપિયા 5500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.