- Gujarati News
- Local
- Gujarat
- Patan
- It Rained With Lightning In Panthak Including Patan City, Women Took Shelter On Their Heads In The Program Of The Convention.
પાટણ2 કલાક પહેલા
- કૉપી લિંક
પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે રવિવારના રોજ સાંજના સુમારે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેથી શહેરના માર્ગો પર વરસાદી પાણી ફળી વળ્યાં હતા.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓની સાથે વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદ ભારે ગાજવીજ સાથે વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. સમી સાંજે વરસાદ શરૂ થયો હતો. પાટણ તેમજ હારીજ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ જતા દોડધામ મચી હતી. આ વચ્ચે પાટણ ખાતે 42 લેહવા પાટીદાર સમાજની મહિલા સંગઠન દ્વારા આયોજિત નારી સંમેલનમાં અચાનક તૂટી પડેલા વરસાદને લઈ કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો હતો અને વરસાદને લઈ બેઠક વ્યવસ્થા ખોરવાડી પડી હતી. મહિલાઓ વરસાદથી બચવા માથા ઉપર ખુરસી લઈ બેઠી હતી. તો કેટલીક મહિલાઓ આસપાસના સ્થળો ઉપર દોડી ગઈ હતી અને થોડીવાર માટે સમગ્ર કાર્યક્રમ ખોરવાઇ પડ્યો હતો.
પાટણ પંથકના કેટલાક ગામો માં વિજળો સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા .વરસાદી માહોલ જામતા દિવસ ભર ગરમી થી તોબા પોકારી ઉઠેલા લોકો એ ઠંડા પવનો ફૂંકાતા ગરમી થી રાહત અનુભવી હતી. હાલ ઉનાળુ સીઝનમાં વાવેતર કરવામાં આવેલ ઉનાળુ બાજરી ,ઘાસચારો જેવા ખેતી પાકો ખેતરો માં તૈયાર થઈને ઉભા છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પલળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી છે.