- Gujarati News
- Local
- Gujarat
- Patan
- A Women’s Convention Of Forty two Leuva Patidar Communities Was Held In Patan, A Resolution Was Taken To Eliminate The Practice Of Giving Covers On Pre wedding Photoshoots, Receptions, Occasions.
પાટણ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ ખાતે ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની મહિલા સંગઠન દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સમાજના પ્રસંગોમાં પ્રી વેડિંગ, ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર, મૃત્યુ પ્રસંગમાં ખર્ચાળ અને દેખાદેખી માટે શરૂ થયેલી પ્રથાઓ સહિતના કુરિવાજો બંધ કરી સાદગી પૂર્ણ પ્રસંગ કરવા મહિલાઓ દ્વારા બનાવેલા નવીન બંધારણ વરસાદ વચ્ચે પણ રજૂ કરવામા આવ્યું હતું. જેને મહિલાઓ દ્વારા હર્ષભેર સ્વીકારી પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યાં હતાં.
પાટણ ખાતે રવિવારે સાંજે યોજાયેલ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના મહિલા સંમેલનમાં ઉતર ગુજરાતના 53 ગામો ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અંકલેશ્વર કચ્છ રાજકોટ અને મુંબઇમાં રહેતી સમાજની અંદાજે 2 હજાર બહેનો ઊપસ્થિત રહી સમાજના પ્રસંગોમાં શરૂ થયેલા નવા રિવાજો બંધ કરવાના સામૂહિક સંકલ્પ લીધા હતા.આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટી આશા બહેન પટેલે જણાવ્યું હતું કે સંગઠન ઘડિયાળ જેવું હોવું જોઈએ, ભલે કાંટાનું કદ અલગ હોય છે પરતુ જ્યારે 12 વગાડવાના હોય તો સૌ સાથે થઈ જાય છે. કળયુગમાં આપને કાંટાની જેમ સંગઠિત બનીને રહેવું જરૂરી છે. આ કાર્યક્રમમાં ખોડલધામના વિવિધ ટ્રસ્ટીઓ ,ધારાસભ્ય કિરીટ પટેલ, રોનક પટેલ સહિતના સમાજનાં અગ્રણીઓ અને હોદેદારો હાજર રહ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટી અનાર પટેલે જણાવ્યું હતું કે, જાગૃત વ્યક્તિઓમાં સમૂહથી જ સમાજ આગળ આવે છે. વર્ષો પછી સમાજ સંગઠિત બન્યો છે. પૈસા હોય તો પણ દેખાડવાની જરૂર નથી સાદગી પુર્ણ પ્રસંગ કરવો જોઈએ. પરિવારો ખોટા ખર્ચામાં તૂટી ગયા છે. આપણા સમાજમાં દારૂનું દૂષણ ઘૂસી ગયું છે. કેવી રીતે આવી કેમ કે આવવા દીધો તેને આપણી બહેનોએ જ દુર કરવું પડશે. આ બંધારણથી સમાજના આર્થિક નબળા પરિવારોને મોટી રાહત થશે તેમ જ આ ખોટા ખર્ચ બચતા લોકો આ પૈસા શિક્ષણ અને સેવા પાછળ વાપરે જેનાથી સમાજ આગળ આવશે.