હારીજ પોલીસે બે ગામમાંથી જુગાર રમી રહેલા 14 લોકોને ઝડપી પાડ્યા, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો | Harij Police nabbed 14 people gambling from two villages, seized valuables including cash | Times Of Ahmedabad

પાટણ8 કલાક પહેલા

  • કૉપી લિંક

હારીજ પોલીસ મથક ખાતેથી બે ટીમો પેટ્રોલીંગ કરવા માટે નિકળી હતી. જેમાં એક ટીમ રાવિન્દ્રા ગામ સાઈડ અને અન્ય ટીમ ચાણસ્મા તરફના ગામડાઓમાં ગઈ હતી. આ દરમિયાન એક ટીમે રાવિન્દ્રા ખાતેથી 5 જુગારીઓને અને અન્ય ટીમે તંબોડીયા ખાતેથી 9 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. તેમની પાસેથી રોકડ રકમ અને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી 14 જુગારીઓ સામે હારીજ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

હારીજ પોલીસ મથકના પીએસઆઈ આર.કે.પટેલની સુચના મુજબ હારીજ પોલીસ મથકની બે ટીમો જુગાર અને વિદેશી દારૂના ગુનાને શોધી પાડવા માટે પેટ્રોલીંગમાં નિકળી હતી. જેમાં એક ટીમ પાટણ રોડ તરફ પેટ્રોલીંગ કરી હતી. તે દરમ્યાન રાવિન્દ્રા તરફથી પીપલાણા ગામ તરફ જતાં રોડ પર પહોંચતા બાતમી મળેલ કે, રાવિન્દ્રા થી બોરતવાડા જતાં કાચા માર્ગ પર બાવળ હેઠળ કેટલાક શખ્સો પોતાના અંગત ફાયદા સારૂ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે. તે દરમ્યાન ટીમે બાતમી આધારે રેડ કરી 5 લોકોને ઝડપી પાડ્યાં હતા. જેમાં જ્યંતીજી સોમાજી ઠાકોર, અજમલજી શંકરજી ઠાકોર, હરગોવનજી રાવતજી ઠાકોર, વિરમજી ધીરાજી ઠાકોર કલાજી માધાજી ઠાકોર પાસેથી રોકડ રકમ રૂ.5150 અને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી હારીજ પોલીસ મથકે પાચેય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ સાથે પોલીસની અન્ય ટીમ ચાણસ્મા તરફના ગામડાઓમાં પેટ્રોલીંગ કરવા જઈ રહી હતી. તે દરમ્યાન હારીજ મહેસાણા હાઈવે પર આવેલ શબરી પ્લાઝા નજીક પહોંચતા બાતમી મળેલ કે લંબોડીયા ગામ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલના સાયફનની બાજુમાં બાવળોની નીચે ખુલ્લી જગ્યામાં અમુક લોકો પોતાના અંગત ફાયદા સારૂ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે.

પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરી 9 જુગારીને ઝડપી પાડ્યાં હતા. જેમાં ગાંડાજી અનુજી ઠાકોર, અમરતજી ગેલાજી ઠાકોર, કેવળસંગ રાવતાજી ઠાકોર, છોટાજી ડાહ્યાજી ઠાકોર, ચેહરભાઈ મોતીભાઈ ભરવાડ, કાશીરામભાઈ અંબારામભાઈ સોલંકી, ગણપતજી તખાજી ઠાકોર, છનાજી ઉંમજીજી ઠાકોર, પ્રહલાદજી વસ્તાજી ઠાકોર પાસેથી રોકડ રકમ રૂ.18340 અને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી 9 સામે હારીજ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

Previous Post Next Post