સુરતના ખ્વાજાનગરમાં મુસ્લિમ વિસ્તારમાં આશ્ચર્યજનક બેનર લાગ્યા, ‘ક્યા કરતી હૈ બહેન/ બેટીયા મોબાઈલ મે?’ | In Surat's Khwajanagar, a Muslim area saw surprising banners, 'Kya karti hai behin/Betiya mobile me?' | Times Of Ahmedabad

સુરત8 કલાક પહેલા

  • કૉપી લિંક
ખ્વાજાનગરમાં છોકરીઓ અને મહિલાઓ દ્વારા મોબાઈલના ઉપયોગને લઈને બેનર લાગ્યા - Divya Bhaskar

ખ્વાજાનગરમાં છોકરીઓ અને મહિલાઓ દ્વારા મોબાઈલના ઉપયોગને લઈને બેનર લાગ્યા

સુરતના ખ્વાજાનગરમાં લાગેલા બેનરોની ચર્ચા સમગ્ર શહેરભરમાં થઈ રહી છે. આ વિસ્તારની અંદર મુસ્લિમ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે. ખ્વાજાનગરની ગલીમાં અમુક વિચિત્ર શબ્દો સાથેનાં બેનર લગાડવામાં આવ્યા છે કે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘ક્યા કરતી હૈ બહેન/ બેટીયા મોબાઈલ મે?’ એવું લખવામાં આવ્યુ છે.

લવ ટ્રેપ શબ્દનો ઉપયોગ
ખ્વાજા નગરની અંદર લાગેલા બેનરની અંદર અનેક પ્રશ્નો સર્જાઇ રહ્યા છે. મુસ્લિમ ધર્મના લોકોને જાણે દીકરીઓ મોબાઈલનો દુરુપયોગ કરતી હોય અને તેને રોકવી જરૂરી છે, તે પ્રકારનું સૂચન જણાઈ રહ્યું છે. ઘરના ભાઈ, પિતા અને વડીલો ક્યારેય આ બાબતને ગંભીરતાથી જોતા ન હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેનરની અંદર ‘લવ ટ્રેપ’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, એ કયા કારણથી કરવામાં આવ્યો છે. તેને લઈને કોઈ સ્પષ્ટતા દેખાતી નથી.

‘દીન શીખાવો બેટી બચાવો’
મુસ્લિમ વિસ્તારની અંદર આ પ્રકારના બેનરોને કારણે સ્વાભાવિક રીતે જ અનેક અટકળો શરૂ થઈ છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, દિન શિખાવો એટલે કે ધર્મ અંગેની તાલીમ આપી. ધર્મ તરફ વાળીને તેમને બચાવો એ પ્રકારની વાત કરવામાં આવી છે. મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે ધર્મથી દૂર જતી હોય એવી વાત લખવામાં આવી છે. આ વિશે ઉપર એકાએક લાગેલા બેનરથી સૌ કોઈ આશ્ચર્યમાં છે. બે-ત્રણ દિવસ પહેલા વડોદરાના એક વિસ્તારમાં જ આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા. જો કે, સ્થાનિકોને એ ખ્યાલ નથી કે, આ બેનર કોણે અને ક્યારે લગાવ્યા?

Previous Post Next Post