રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ; સિવિલ હોસ્પિટલમાં રૂ. 25.80 લાખના ખર્ચે વિવિઘ સાધનોની ખરીદી કરાશે | Patient Welfare Committee meeting held; Civil Hospital Rs. Various equipment will be purchased at a cost of 25.80 lakhs | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક મળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોગી કલ્યાણ સમિતીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે, ગુણવત્તા સુધરે તે અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ માટે રૂપિયા 25.80 લાખના ખર્ચે વિવિધ વિભાગમાં જરૂરી સાધનો તથા ઉપકરણોની ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કલેક્ટર દ્વારા હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, તેમજ ઇમરજન્સી કેસમાં દર્દીઓની સારવારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.એન.ભંડેરી, હોસ્પિટલના અધિક્ષક ડૉ. મનોજ કપૂર, ડૉ. કેતન ભારથી, દીપકભાઈ કણજારિયા, ડૉ. જોષી, ધીરેનભાઈ બદિયાણી, હરિભાઈ નકુમ, પરબતભાઈ ભાદરકા, ડૉ. રિયાઝ પરમાર, ડૉ. એલ.એન. કનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ વિવિધ કોલેજની મુલાકાત લીધી
દેવભૂમિ દ્વારકામાં મહિલા અને બાળ અંતર્ગત ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા વિવિધ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ખંભાળિયાની જી.વી.જે. કોલેજ, કલ્યાણપુરની સરકારી વિનિયન કોલેજ તેમજ ભાણવડમાં આઈ.ટી.આઈ. ખાતે ઉપસ્થિત છાત્રાઓને સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની મદદ માટે કેવી રીતે કાર્યરત છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અંતર્ગત ચાલતી વિવિધ યોજના જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા પુન:લગ્ન યોજના, તેમજ પીબીએસસી તથા 181 મહિલા હેલ્પલાઇન વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

Previous Post Next Post