ભાવનગર5 કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે તળાજાના વેળાવદર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલા આઈસર સાથે ત્રણ ખેપીયાઓને ઝડપી લીધા હતા.

ઘરવખરીના સામાનની આડમાં દારૂની હેરાફેરી
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી નો સ્ટાફ તળાજા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ભાવનગર તરફથી એક આઈસરમા ઘરવખરી ના સામાનની આડમાં પરપ્રાંતિય શરાબ-બિયરનો જથ્થો મહુવા તરફ લઈ જવાઈ રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમ્યાન તળાજા ના વેળાવદર ગામના પાટીયા પાસેથી બાતમીદારોએ આપેલ વર્ણન વાળો આઈસર ટેમ્પો નં-જી-જે-04-એક્સ-5906 પસાર થતાં તેને અટકાવી ટેમ્પામા સવાર ત્રણ શખ્સોને અટકમાં લઈ નામ-સરનામા સાથે આઈસરની તલાશી હાથ ધરી હતી.
ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ
જેમાં અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં રમેશ ખીમજી બાલધિયા ઉ.વ.50 રે.શિવનગર મહુવા દિનેશ ચોથા ચૌહાણ ઉ.વ.40 રે.ખેરાગામ તા.રાજુલા જિ.અમરેલી અને લક્ષ્મણ કિશોર ગુજરીયા ઉ.વ.22 રે.ખેરાગામ વાળા હોવાનું જણાવેલ તથા આઈસરમા મજુરોની ઘરવખરી ની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણેય ખેપીયાઓની દારૂ-બિયર તથા આઈસર મળી કુલ રૂ.5,28,600 ના મુદ્દામાલ સાથે ધડપકડ કરી તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0 comments:
Post a Comment