Friday, June 2, 2023

બાઇક પર જઇ રહેલી દંપતિને ડમ્પરે કચડી નાખતા પત્નીનું મોત, કૂતરું વચ્ચે આવી જતા સ્કૂટરમાંથી પટકાતા એકનું મોત, જેલમાંથી ફર્લોની રજા પર ગયા | Wife dies after bike-riding couple is crushed by dumper, one dies after being thrown from scooter by dog, goes on furlough from jail | Times Of Ahmedabad

API Publisher

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Wife Dies After Bike riding Couple Is Crushed By Dumper, One Dies After Being Thrown From Scooter By Dog, Goes On Furlough From Jail

વડોદરા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં બે અલગ-અલગ ઘટનામાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં ડમ્પરની અડફેટે મહિલાનું અને કૂતરું વચ્ચે આવી જતા સ્કૂટરમાંથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં આજીવન સજા થયા બાદ જેલમાંથી ફર્લોની રજા પર ગયા બાદ ફરાર થઈ ગયેલા કેદીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ડમ્પરે મહિલાને કચડી નાખી
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી પબ્લિક ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોહનભાઇ ગોહિલ (ઉ.65)એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગુજરાત રિફાઇનરીમાંથી નિવૃત થયેલો છું. જીએસએફસી કંપનીની સામે ઓમકારપુરા જવાના રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ નીચે મારી બાઇકને ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. જેથી હું અને મારી પત્ની નીચે પટકાયા હતા. ડમ્પરનું ટાયર મારી પત્ની લલિતાના માથા અને બંને હાથ પર ફરી વળ્યું હતું. જેથી માથુ છુંદાઇ જતાં મારી પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું અને અકસ્માત કરનાર ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

કૂતરું વચ્ચે આવી જતા એકનું મોત
વડોદરાના વીઆઇપી રોડ પર આવેલી સાંઇકૃપા સોસાયટીમાં રહેતા દિપકભાઇ બાલકૃષ્ણ દેશમુખ (ઉ.58)એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ઘરેથી ચાલતો કામ અર્થે બહાર નીકળ્યો હતો. તે સમયે અમારી બાજુમાં આવેલી રણછોડપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંગ ચંચલસિંગ સન્ધુ તેમની ઓફિસમાં કામ કરતા કલ્પેશ બ્રહ્મભટ્ટની સાથે ઇલેક્ટ્રીક સ્કૂટરમાં પાછળ બેસીને આવતા હતા. તે વખતે સોનલપાર્ક સોસાયટી પાસે મહાદેવ મંદિરથી આગળ રણછોડપાર્ક સોસાયટી જવાના રોડ પર આગળ કૂતરુ આવી જતા બ્રેક મારતા રાજેન્દ્રસિંગ સન્ધુ નીચે પડી ગયા હતા અને તેમને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

ફરાર કેદી ઝડપાયો
વડોદરામાં અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં આજીવન સજા થયા બાદ વડોદરા જેલમાંથી ફર્લોની રજા પર ગયા બાદ ફરાર થઈ ગયેલા કેદી રમેશ રાઠોડિયા(રહે. વડસર, વડોદરા)ને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ કરી છે.

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment