પાટણ જિલ્લામાં મિશન લાઈફની થીમ પર ઉજવણી કરવામાં આવશે, છેલ્લા પંદર દિવસથી યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો | Patan district will be celebrating on the theme of mission life, various programs are being held for the last fifteen days. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Will Be Celebrating On The Theme Of Mission Life, Various Programs Are Being Held For The Last Fifteen Days.

પાટણ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી મિશન લાઈફ થીમ પર ઉજવવા જઈ રહ્યા છે. જે અંતર્ગત છેલ્લા 15 દિવસથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.5 જૂન અંબાજી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવશે. તેનું પ્રસારણ પણ પાટણ ખાતે કરવામાં આવશે તેમ વન વિભાગના અધિકારી બિંદુબેન પટેલ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં આ વખતે મિશન લાઈફ થીમ પર ઉજવણી કરવામાં આવશે. જે નિમિતે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વન વિભાગ દ્વારા કિશન શિબિર, સાઇકલ રેલી,પ્લાસ્ટિક રિમીવેબલ કેમ્પઇન લોક જાગૃતિ પર્યાવરણ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

મિશન લાઈફ થીમ અંતર્ગત જીવનના 7 મુદા ઉપયોગી છે. તેવા સેવ એનર્જી,સેવ વોટર (પાણી બચાવો)પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવો ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ આ સાત કમફોનેટ આધારિત જિલ્લા કક્ષાએ 5 જૂનના દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કનવેસન હોલ ખાતે કરવામાં આવનારી છે.આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સંસદ શારદાબેન પટેલ, અને જિલ્લા પંચાયત પ્રમુખ પહેલાદભાઈ પરમાર ની ઉપસ્થિત માં આ કાર્યક્રમ યોજશે.જેમાં જિલ્લા કક્ષા ના અધિકારીઓ,પદાધિકારીઓ,ખેડૂતો,વિદ્યાર્થીઓ,સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.અને યુનિવર્સિટીમાં 100જેટલા રોપા નું વાવેતર કરવામાં આવશે.

હાલ માં છેલ્લા 15 દિવસ થી એટલેકે 20 મેં થી ત5જૂન સુધી થવાની છે ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાઇકલ રેલી, પ્લાસ્ટિકક્લિનિગ કેમ્પઇન,વૃક્ષો નું વાવેતર, પ્રતીક્ષા ગ્રહણ સહિત કિશન શિબિર,ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજાઈ રહી છે તેવું વન વિભાગ ના અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું.

Previous Post Next Post