રોડની સફાઈ કરતા કામદારોએ માટી નાખી અકસ્માત થતાં અટકાવ્યા; ચાલકોને શરીરે ઈજાઓ પહોંચી | Road sweepers prevent accidents by spreading mud; The drivers sustained injuries | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરથી ઇડર જવાના માર્ગ પર આવેલા હાથમતી ઓવરબ્રિજના એક છેડે રોડ પર ઓઈલ ઢોળાવવાને લઈને વાહનચાલકો પડ્યા હતા. જેમાં કેટલાક વાહનચાલકોને સામાન્ય ઈજાઓ પણ થઇ હતી. તો રોડ પર સફાઈ કામ કરતા કામદારોએ ઢોળાયેલા ઓઈલ પર રેતી નાખી હતી.

ચાલકને ઈજા પહોંચી.

ચાલકને ઈજા પહોંચી.

આ અંગેની વિગત એવી છે કે, ગુરુવારના રોજ હિંમતનગરથી ઇડર તરફ જવાના હાથમતી ઓવરબ્રિજ પર એક છેડે રોડ પર ઓઈલ ફેલાયેલું હતું. જેને લઈને એક પછી એક વાહન ચાલકો રોડ પરથી પસાર થતા ઓઈલમાં સ્લીપ ખાઈ જવાનો બનાવ બન્યો હતો. તો કેટલાક વાહન ચાલકો તો પડી ગયા હતા. જેને લઈને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી. તો બીજી તરફ છાપરીયા વિસ્તારમાં રહેતા રજનીકાંત સથવારા બાઈક લઈને મહેતાપુરા જતા સમયે હાથમતી ઓવરબ્રિજ પર બાઈક સાથે સ્લીપ ખાઈ પડ્યા હતા. જેને લઈને તેમના કપડા ઓઈલ વાળા થયા હતા. તો સામાન્ય શરીરે ઈજા થઇ હતી. જોકે રજનીભાઈ ઉભા થઈને પરત ઘરે ગયા હતા.

આ અંગે રજની સથવારાએ જણાવ્યું હતું કે, 11 વાગ્યાના સમયે ઓવરબ્રિજ પરથી પસાર થતા સમયે ઓઈલ ઢોળાયું હતું. જેને લઈને બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી અને કપડા બગડ્યા હતા. તો તેમના આગળ જ બે વાહન ચાલકો પડી ગયા જેમને શરીરે ઈજાઓ થઇ હતી. તેમના પછી હું પડ્યો હતો. ત્યારબાદ ઘરે જઈને કોઈ ના પડે તે માટે હું પરત આ સ્થળ પર આવ્યો હતો. જ્યાં ઓઈલ ઢોળાયું હતું. પરંતુ રોડની સફાઈ કરતા કામદારોએ માટી નાખી દીધી હતી. જેને લઈને રોડ પરથી ઓઈલ દુર થઇ ગયું હતું.

Previous Post Next Post