રાજકોટ6 કલાક પેહલા
- કૉપી લિંક

આગામી દિવાળીના તહેવારોને લઈ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 11થી 17 નવેમ્બર સુધીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આ રજાઓ પૂર્વે યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો નોંધાયો છે. મુખ્ય જણસીઓમાં છેલ્લા બે દિવસમાં 32 હજાર ગુણી મગફળી અને 30 હજાર મણ કરતા વધુ કપાસની આવક નોંધાઈ છે. તેમજ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળતા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.

યાર્ડમાં મગફળીની આવક
ખુલ્લી બજારમાં સારા ભાવ મળતા હોવાની વાતો રંગપર ગામનાં ખેડૂત