Thursday, November 9, 2023

Sarpanch of Shapur said - I resigned because the development of the village was not working due to BJP's factionalism, the vice president of the district hit back. | શાપુરના સરપંચે કહ્યું- ભાજપના જૂથવાદના કારણે ગામના વિકાસ કામ ન થતા હોય મેં રાજીનામું આપ્યું, જિ.પં.ના ઉપપ્રમુખે વળતો પ્રહાર કર્યો

જુનાગઢ9 કલાક પેહલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની શાપુર ગ્રામ પંચાયતના સરપંચે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા ચકચાર મચી છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા પોતાના ગામને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના આંતરિક જૂથવાદના કારણે ગામનો વિકાસ રૂંધાતો હોય પોતે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ જિ.પં.ના ઉપપ્રમુખે કહ્યું હતું કે, હું તો શાપુરના સરપંચ ટીનું ફળદુને ભાજપનો સભ્ય જ નથી ગણતો. ભાજપના જ બે નેતાઓ વચ્ચેના જૂથવાદના કારણે હાલ તો ગામના લોકો વિકાસ કામોથી વંચિત રહેતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

જુનાગઢ જિલ્લા ભાજપના આંતરિક વિખવાદને લઈને શાપુર ગામના લોકો