
જૂનાગઢ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- એકાંતરાને બદલે દિવાળીના દિવસોમાં 3 દિવસ પાણી મળતા સ્થાનિકોમાં ખુશી
જૂનાગઢના ઉપરકોટ સહિતના વિસ્તારની 1.25 લાખની વસ્તિને સતત 3 દિવસ સુધી(કાયમી) પાણી મળશે. દિવાળીના તહેવારોના દિવસોમાં એકાંતરાને બદલે કાયમી સતત ત્રણ દિવસ પાણી મળનાર હોય સ્થાનિક લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ અંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યું હતું કે,આ વર્ષે મેઘરાજા જૂનાગઢ પર પુરા મહેરબાન હતા. પરિણામે ભારે હેત વરસાવી 150 ટકા કરતા વધુ વરસાદ વરસાવ્યો છે.
તેના કારણે હાલ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા ત્રણેય