અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ખાસ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોનનાં મુખ્ય વિસ્તાર મણિનગર, વટવા, ઇસનપુર તેમજ ખોખરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 27 જેટલી દુકાનોની બહાર ગંદકી મળી આવતા સીલ કરવામાં આવી હતી. જ્યારે જાહેરમાં ન્યુસન્સ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને સંગ્રહ કરતી દુકાનો સહિત 22 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. જ્યારે 59,500 લાખનો દંડ વસુલયો છે. ઉત્તર ઝોન વિસ્તારમાં 8 જેટલી દુકાનો અને સીલ મારવામાં આવી હતી. જ્યારે 74,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
દિવાળીની રજાઓમાં કાંકરિયા ચાલુ રહેશે સ્કૂલોમાં ચાલુ