બોટાદ5 કલાક પેહલા
- કૉપી લિંક

બોટાદ જિલ્લામાં ચાલુ માસ નવેમ્બર-2023 તથા આગામી ડિસેમ્બર-2023ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહીં તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.9/11/23થી તા.8/12/23 સુધી (બન્ને દિવસો સહિત) કરવાની રહેશે.

ઉક્ત જાહેરનામા જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ કે વ્યક્તિનાં