Sunday, November 5, 2023

A murder scene that rivals a movie story | પ્રેમિકાને મૃત જાહેર કરવા પ્રેમીએ વૃદ્ધાની હત્યા કરી, લાશને સળગાવી સ્ટોરી પૂરી કરે તે પહેલા પ્રેમીયુગલનો ભાંડો ફૂટી ગયો

કચ્છ (ભુજ )6 કલાક પેહલા

  • કૉપી લિંક

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા 87 વર્ષીય વૃદ્ધાની શોધખોળ દરમિયાન હત્યાના ચોંકાવનારા બનાવનો ઘટસ્ફોટ થયો છે. વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ, પોતાના કુંટુબની જ યુવતી હોય તેના લગ્ન શક્ય ન હતા. પરંતુ, બંને અલગ થવા તૈયાર ન હતા. જેથી બંનેએ સાથે મળીને એક સ્ટોરી ઘડી કાઢી હતી. જેમાં પ્રેમિકાને ગુમ કરી મૃત જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે પ્રેમિકાએ સળગી જઈ આત્મહત્યા કરી હોવાનું પ્રસ્થાપિત કરવા હાડકા મેળવવાનો નિર્ણય કર્યો હતો. આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ, ત્યાંથી નિષ્ફળતા હાથ લાગતા ભચાઉમાં વૃદ્ધાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના સરપંચના પુત્ર અને તેની પ્રેમિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રોલીબેગમાં જેઠીબેનની લાશને લઈ જઈ રહેલો આરોપી

ટ્રોલીબેગમાં જેઠીબેનની લાશને લઈ જઈ રહેલો આરોપી

શું હતો સમગ્ર મામલો? ભચાઉના માંડવીવાસમાં એકલા જ રહેતા 87