Monday, November 13, 2023

A youth caught betting on the match between Pakistan and England | પાકિસ્તાન - ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો સટ્ટો રમતો યુવક ઝડપાયો

featured image

અમદાવાદ3 કલાક પેહલા

  • કૉપી લિંક

થલતેજમાં પાકિસ્તાન ઈંગ્લેંડ વચ્ચેની ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા આધેડની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસની ફરિયાદ મુજબ, થલતેજના યોગેશ્વર બંગ્લોમાં એક વ્યક્તિ પોતાના ઘરે ઈંગ્લેંડ અને પાકિસ્તાનની મેચ ટીવી પર જોઈને ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. જેના આધારે પોલીસે દરોડો પાડી મુકેશ સચદે (ઉ.વ.53)ને ઝડપી તેની ધરપકડ કરી હતી. સટ્ટો રમવા માટે બબલુભાઈ નામના વ્યક્તિ પાસેથી આઈડી મેળવી હોવાનું સામે આવતા વસ્ત્રાપુલ પોલીસે બબલુ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.