Monday, November 13, 2023

All airlines overbooked due to Diwali vacation rush, all flights full till 16th | દિવાળી વેકેશનના ધસારાને કારણે તમામ એરલાઈને ઓવર બુકિંગ કર્યું, 16મી સુધી તમામ ફ્લાઈટ ફુલ

અમદાવાદ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • વેકેશન, વર્લ્ડ કપને કારણે એરલાઈન્સે પેસેન્જરોને 2 કલાક વહેલા આવવા એડવાઈઝરી જારી કરી
  • 200થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના કેટલાક પેસેન્જર ઓફલોડ કરવા પડે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ

દિવાળીના વેકેશનમાં એર ટ્રાફિક લગભગ બમણો થઈ ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ સેક્ટરની પ્રતિદિન 200 ફ્લાઈટ ઓપરેટ થાય છે અને રોજ 30 હજારથી વધુ લોકો અવરજવર કરી રહ્યા છે. દિવાળીમાં તમામ ડોમેસ્ટિક એરલાઈને બેફામ ભાડાં વસૂલવાની લાલચમાં ફ્લાઇટોની સીટની ક્ષમતા સામે પેસેન્જરનું ઓવર બુકિંગ કરી દીધું છે. એટલે કે જે પેસેન્જર ડિપાર્ચરના એકથી દોઢ કલાક પહેલા પહોંચશે તો તેઓ ઓફલોડ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલું જ નહિ જે તે ડેસ્ટિનેશન પર એડવાન્સમાં બુક કરેલી હોટેલના પૈસા પણ માથે પડી શકે છે. તહેવારો દરમિયાન પ્રતિદિન 50 પેસેન્જરો ઓફલોડ થવાની શક્યતા છે. આ મુદ્દે એરલાઈનના સ્ટાફ સાથે ઘર્ષણ પણ થઈ શકે છે. નોંધનીય છે કે મોટાભાગની એરલાઈન કંપનીઓ 72થી લઈ 180 અને 189 સીટના ક્ષમતાવાળા એરક્રાફટ ઓપરેટ કરે છે.

16 નવેમ્બર સુધી તમામ ફ્લાઈટો ફૂલ થઈ ગઈ છે. પિકઅવર્સમાં