
અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
નારણપુરા વિસ્તારના ચાંદની ચોક ખાતે અંબાજી મંદિરમાં અન્નકૂટ ધરાવાશે જ્યારે લાંભ પાંચમે અહીં તુલસીવિવાહનું આયોજન કરવામાં આવશે. નવા વર્ષે સાંજે પણ અન્નકૂટ યોજાશે. જ્યારે નવા વર્ષની પ્રથમ અગિયારસની મોડી સાંજે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રણછોડ મહિલા મંડળના તમામ મહિલા તેમ જ સભ્યો હાજર રહેશે. દર વર્ષે આ પ્રકારનું આયોજન રણછોડ મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે. સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.