Thursday, November 9, 2023

Caterpillars came out in the cashews bought by the customer | હાર્ટ-એટેકથી 48 કલાકમાં 4નાં મોત, સુરતમાં બ્રિજના લોકાર્પણ સાથે જ છબરડો,રખડતાં ઢોર મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ગ્રાહકે ખરીદેલા કાજુમાંથી ઈયળો નીકળી
અમદાવાદમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઇને હવે ડ્રાયફ્રુટ્સમાં પણ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ખરીદવામાં આવેલાં કાજુ-બદામમાંથી ઈયળ સહિતના જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે જ્યારે કાજુ-બદામ ખરીદ્યા તો એમાંથી જીવજંતુ નીકળ્યા હતા, જેથી તેઓ ફરીથી દુકાન પર ગયા હતા અને જે બરણીમાંથી કાજુ-બદામ આપવામાં આવ્યાં હતાં એમાં તપાસ કરતાં એમાં પણ ઈયળ અને જીવજંતુઓ તેમજ ખવાઇ ગયેલી હાલતમાં કાજુ-બદામ મળી આવ્યાં હતાં, જેથી આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતાં ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.

સાડાત્રણ કિમી લાંબો બ્રિજ ખુલ્લો મુકાયો મોટાવરાછાથી વરાછા