
બોટાદ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પોલીસે મહિલા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી
બોટાદના ખોડીયાર નગર 1 માં ઘરની સામે આટા ફેરા બાબતે શખસને ઠપકો આપતાં મહિલા અને શખસે 2 મહીલા સહિત 3 ઉપર લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ શહેરના ખોડીયાર નગર-1 માં રહેતાં ઉદેશીંગભાઈ કાનજીભાઈ સોલંકી (ઉ.વ.37) તા.8-11-23એ સાંજના 5:10 વાગ્યાની આસપાસ તેમના ઘરે હતા. તે દરમ્યાન ખોડીયારનગર-1 માં જ રહેતો જગદીશ કનુભાઈ વાળા ઉદેશીંગભાઈના ઘર પાસે આંટા ફેરા મારતો હતો. જેથી ઉદેશીંગભાઈ અને તેમના માતા લીલાબેને આ જગદીશને તેમના ઘર પાસે આંટા ફેરા મારવાની ના પાડી હતી. જેથી જગદીશ ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર પછી જગદીશ ઉદેશીંગભાઈના ઘર પાસે આવી જેમ તેમ અપશબ્દો બોલતો હતો. તેને અપશબ્દો બોલવાની ના પાડતાં જગદીશે બાજુમાં પડેલી લાકડી લઈ ઉદેશીંગભાઈને જમણા હાથ ઉપર મારી હતી.
જેથી વધુ મારથી બચાવવા લીલાબેન વચ્ચે પડતાં જગદીશે લીલાબેનના