રાજકોટ5 મિનિટ પેહલા
- કૉપી લિંક

દેશભરમાં આજે દિવાળીના પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ હાલ લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શહેરના અમીન માર્ગ નજીક રહેતા અનડકટ પરિવારે દિવાળીની સાવ અનોખી ઉજવણી કરી હતી. જેમાં પરિવારજનોએ ઢોલ-નગાળા વગાડીને ફટાકડા ફોડ્યા હતા. સાથે જ ઢોલીના ગરીબ પુત્રને પણ સાથે રાખી ફટાકડા ફોડાવી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો. અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.
કોઈપણ ઘરમાં અંધારું નહીં રહેના આશીર્વાદ આપ્યા આ અંગે ગોપાલ