અમદાવાદ16 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે. શહેરમાં આવેલા 53 બ્રિજ પર રોશની કરવામાં આવી છે. લગભગ દોઢ કરોડના ખર્ચે કરવામાં આવેલી રોશની શહેરની સમૃદ્ધિનો પ્રકાશ રેલાવે છે. ઈસ્કોન ચારરસ્તાથી આંબલી સુધી કરવામાં આવેલી રોશની અમદાવાદીઓને આકર્ષિત કરી રહી છે. લોકો અહીં રાત્રે સેલ્ફી લેવા મોટી સંખ્યામાં ઊભા રહી જાય છે. શહેરમાં આવેલી મ્યુનિ. કચેરીઓ ઉપરાંત મોટા મોલ અને કોમ્પ્લેક્સ તેમજ નાની-નાની દુકાનો પણ રોશનથી ઝળહળી ઊઠી છે. નવા વર્ષની આગલી રાત્રે 268 મંદિર પરિસરમાં સફાઈ કરાશે. તસવીર સૌજન્ય : હર્ષેન્દુ ઓઝા