Kishor chudasama, Jamnagar: લાલ મરચાની ખેતીએ ખેડૂતોને જલસા કરાવ્યા છે હાલ પૂરતા ભાવ મળતા ખેડૂતોને ખુશીનો કોઈ પર નથી. તેવામાં આજે જામનગર ખાતે આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ઐતિહાસિક કહી શકાય તેટલા 10 હજાર સુધીના ભાવ બોલાયા હતા. જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. મરચાની ગુણવતા સારી હોવાથી તેના ભાવ સારા મળી રહ્યા છે.
20 કિલો મરચાના ભાવ 10,000 રૂપિયા મળ્યા
જામનગર આસપારના ખેડૂતો મરચાની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે લાલ મરચાના ઉત્પાદન પર અસર પડી હોવાથી આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો છે. હાલ લાલ મરચાં ખૂબ મોંઘા થયા છે. મહત્વનું છે કે જામનગર માર્કેટિંગ યાર્ડમાં સ્થાપનાથી લઈને અત્યાર સુધીના અલગ અલગ જણસીઓમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ ભાવના રેકોર્ડ ઉપર રેકોર્ડ તૂટતા જાય છે.
જેમાં આજે મરચા ત્રણ ભારી લઈ ખેડૂત આવ્યા હતા તેના 20 કિલો મરચાના ભાવ 10,000 રૂપિયા મળ્યા હતા જે અગાઉ ક્યારેય ન મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.
66 ખેડૂતો લાલના વેચાણ અર્થે આવ્યા
આજે હાપા માર્કેટ યાર્ડમાં કુલ 66 ખેડૂતો લાલ મરચાં લઈને આવ્યા હતા. જેને પગલે 747 મણ મરચા ઠલવાયા હતા. જેમાં ગોંડલ તાલુકાના ક્ળીથળ ગામનાં ખેડૂત કાળુભાઈ સાવલિયાના મરચા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ હોવાથી સાદિક બ્રધર્સ નામની પેઢીએ 10 હજાર સુધીના ભાવ આપ્યા હતા.
IND vs SL, Live Broadcast & Streaming: ભારતે T20 શ્રેણીમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. તે જ સમયે, હવે બંને ટીમો ODI શ્રેણીમાં આમને-સામને હશે. વાસ્તવમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી જેવા વરિષ્ઠ ખેલાડીઓ શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે પરત ફર્યા છે. જો કે આ સીરીઝમાં ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહીં હોય. જ્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ હશે.
ભારત શ્રીલંકા વન ડે સિરીઝનું શેડ્યૂલ
શ્રેણીની પ્રથમ વનડે મંગળવારે ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, ભારત-શ્રીલંકા વનડે શ્રેણીની બીજી મેચ 12 જાન્યુઆરીએ રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ સિવાય શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણીની છેલ્લી મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો તિરુવનંતપુરમમાં આમને-સામને થશે. ભારતીય ટીમ શ્રીલંકા સામેની શ્રેણી બાદ ન્યૂઝીલેન્ડ સાથે વનડે અને ટી-20 શ્રેણી રમશે.
તમે અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જોઈ શકો છો
News Reels
ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત-શ્રીલંકા ODI સીરિઝ લાઈવ જોઈ શકશે. સિરીઝની મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રશંસકો ડિઝની પ્લસ હોટસ્ટાર પર ભારત-શ્રીલંકા ODI શ્રેણીની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. જોકે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર સબ્સ્ક્રિપ્શન વિના ચાહકો મેચ જોઈ શકશે નહીં. આ માટે ડિઝની પ્લસ હોટસ્ટારના અલગ-અલગ સબસ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ભારત-શ્રીલંકા વનડે સીરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે.
રાજકોટ: રાજકોટ શહેરમાં પાપી પિતાના કારનામાનો પુરાવો સામે આવ્યો છે. અઢી વર્ષની માસુમ સાવકી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ દીકરીની લાશને છાતી સાથે લગાડી જગ્યાએ ફેકવા જતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ કેદ કરી FSL માં મોકલ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી સજ્જન સિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમિત શ્રીકાંત ગૌડ પોતાની સાવકી દીકરીને લઈ ઘરેથી નીકળ્યો હતો. બાદમાં પોતે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અનન્યાને કોઈ ફોર વ્હીલ ચાલકે અડફેટે લીધી છે. તેને દવાખાને સારવારમાં લઈ ગયેલ છે. ત્યારબાદ આ જ દિવસ સુધી બાળકીની તપાસ કરતા બાળકી મળી ન આવતા બાળકીની માતા રુકમણી બહેને આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જે ગુના અંતર્ગત આરોપીની શોધખોળ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ભરત બોરીસાગર અને તેમની ટીમના માણસોને ખાનગી રાહે બાકી મળી હતી કે, આરોપી પોતાના વતનમાં નાસી જવાનો છે. જે માટે તે ગાંધીનગર પહોંચી ચૂક્યો છે. ત્યારે આરોપી પોતાના વતનમાં નાસી જાય તે પૂર્વે જ એલસીબીની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ગુનાના કામે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
IND vs NZ: ન્યુઝીલેન્ડે ભારત અને પાકિસ્તાન સામે વનડે શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણીમાં ટીમનો ભાગ રહેલો મેટ હેનરી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. હવે તેની જગ્યાએ 32 વર્ષીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. મેટ હેનરીને પેટમાં દુખાવાની સમસ્યા હતી, જેના કારણે તે ટીમની બહાર હતો. કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. હેનરી ઓછામાં ઓછા એક મહિના માટે ટીમની બહાર રહેશે.
ડગ બ્રેસવેલ અનુભવી બોલર છે
ડગ બ્રેસવેલ વિશે વાત કરતા, કોચ ગેરી સ્ટેડે કહ્યું, ડગ એક મહાન બોલર છે અને તેની પાસે ઘણો અનુભવ છે અને અમને લાગે છે કે તેની કુશળતા ભારત અને પાકિસ્તાન સામે કામમાં આવશે. અમારી પાસે જે વિકલ્પો છે તે પાકિસ્તાન અને ભારત સામેની શ્રેણીમાં અમને ઘણી મદદ કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા પાકિસ્તાન સામે ત્રણ વનડે શ્રેણીનો સામનો કરશે. આ શ્રેણી 9મી જાન્યુઆરીથી શરૂ થશે. તે જ સમયે, બીજી મેચ 11 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 13 જાન્યુઆરીએ રમાશે. શ્રેણીની ત્રણેય મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે.
આ પછી ટીમ ભારતના પ્રવાસે જશે. અહીં 18 જાન્યુઆરીથી વનડે શ્રેણી શરૂ થશે. અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાશે. આ તમામ મેચોમાં ડગ બ્રેસવેલ ટીમનો ભાગ હશે.
ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે
નોંધપાત્ર રીતે, ડગ બ્રેસવેલ ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે કુલ 27 ટેસ્ટ મેચ રમી છે. તેણે પોતાની 49 ઇનિંગ્સમાં 72 વિકેટ લીધી છે. તેણે 21 વનડે રમીને 26 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વિકેટ લીધી છે.
નબળી ટીમ
મેટ હેનરી બાદ કિવી ટીમ વધુ નબળી દેખાઈ રહી છે. ભારત-પાકિસ્તાન સિરીઝ માટે ટીમ વધુ ને વધુ નબળી પડી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એડમ મિલ્ને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તેની તૈયારીને લઈ ચિંતાની વાત કરી બહાર જવાનો નિર્ણય કર્યો હતો.
શા માટે ઈજા થઈ, કોચ ગેરી સ્ટેડે જવાબ આપ્યો
આ વિશે વાત કરતાં ગેરી સ્ટેડે કહ્યું, “છેલ્લા 12 દિવસથી (કરાંચીમાં 10 દિવસ) રમવું મુશ્કેલ હતું અને આખો દિવસ એવો રહ્યો જ્યારે હવામાનમાં કોઈ વિરામ નહોતો. તેથી જ્યારે તમે દરેક ટેસ્ટ મેચમાં આઠ સત્રો માટે મેદાન પર હોવ ત્યારે મને લાગે છે કે ખેલાડીઓ પર કુદરતી રીતે ઘસારો (ઇજા) હોય છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 10 ઘટના બની છે. આ ઘટનાઓના પગલે શાંત ગણાતા ગુજરાતમાં ક્રાઇમ કેપિટલ જેવો ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2 હત્યાના બનાવો બન્યા છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 હત્યા થઈ છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં 2 હત્યાની ઘટના બની હતી. જ્યારે લિંબાયત વિસ્તારમાં એક હત્યાની ઘટના અને ડીંડોલી ખાતે યુવકની તીક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા કરાઈ છે. આ તમામ ઘટનાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે બની હોવાથી ગજબનો સંયોગ છે.
સુરતમાં યુવકની હત્યાની ઘટનાસુરતના ડીંડોલી વિસ્તારમાં મહેન્દ્ર રાઠોડ નામના યુવકની હત્યા થઈ છે. CNG પમ્પ પાસે ચપ્પુના ઘા મારી મહેન્દ્રને કમકમાટી રીતે મોતને ઘાટ ઉતારાયો હતો. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થયા હતા. જેના બાદ ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પીએમ અર્થઅર્થ ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં આ ઘટનાને કારણે ક્રાઇમ સંબંધિત ચર્ચાએ જોર પકડ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. મોડી રાત્રે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવને પગલે ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ઘટનાઓ વચ્ચે સૌથી ચિંતાજનક ઘટના એ છે કે રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી હતી. જો કે મૃતદેહ મળવાનો કેસ ઉકેલાયો છે. બાળકીના સાવકા પિતાએ જ બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સાવકા પિતાને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. બાળકી લગ્નજીવનમાં બાધા રૂપ થતી હોવાથી બાળકીની હત્યા કરી. સાવકા પિતાએ દીવાલ સાથે માસૂમ બાળકીના માથા ભટકાડી અને બાદમાં બાળકીના શ્વાસ રૂંધી બાળકીની ક્રૂર હત્યા નિપજાવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી અમિતકુમાર ગૌડને ગાંધીનગરથી ઝડપી પાડયો છે.
પ્રેમી સાથે મળીને પતિની હત્યા
નિકોલમાં પત્નીએ પ્રેમી અને બહેનપણી સાથે મળીને પતિની હત્યા કરી હતી. આરોપી પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કુવામાં નાંખી દીધી હતી. તેને પત્નીના અનૈતિક સંબંધોની જાણ પતિને થતા હત્યા કરી નાંખી. અમદાવાદની લવ સંબંધિત ઘટનામાં પતિ બાધારૂપ બનતા તેને પતાવી દીધો હતો. નિકોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બીજી એક ક્રૂર ઘટના બની હતી બ્જેમાં બાપુનગરમાં યુવાનની મોડી રાત્રે હત્યા થઈ હતી. સરસપુર નજીક આવેલ ચંદુલાલની ચાલી પાસે બનાવ બન્યો હતો. છરી ના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ, જેના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને ધારદાર હથિયાર વડે હત્યા નીપજાવી હોવાની ઘટના જામનગરના લાલપુર બાયપાસ નજીક નોંધાઈ હતી. બાવળની જાડીઓમા મોડી રાતે ડબલ મર્ડરનો બનાવ બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપી રાજકોટ એ ડીવીઝન પોલીસમાં હાજર થયો હતો.
સુરતમાં આધેડના શરીરના અંગો પણ કાપી નાંખ્યા
સુરતના વિમલનાથ સોસાયટી નજીક આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા કરાઈ હતી. હત્યારાઓએ હત્યા કરી અને આધેડના શરીરના અંગો પણ કાપી નાંખ્યા હતા. આ વિશેની જાણ થતા જ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોષી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક આધેડના મૃતદેહને પી.એમ માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આધેડના મોત બાદ પરિવારમાં પણ કલ્પાંત છવાયો છે. હત્યારો હાલ ફરાર બનતા પોલીસ વીભાગે શોધ ખોળ હાથ ધરી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Central Railway Recruitment 2022 Last Date Soon: એક તરફ દુનિયાભરની અનેક મલ્ટિનેશનલ કંપનીઓ તેના હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે તો બીજી બાજુ ભારતીય રેલવેએ રાહત આપતા ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મધ્ય રેલ્વેએ 10 પાસ ઉમેદવારો માટે બમ્પર ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ ટૂંક સમયમાં આવવાની છે.
જે ઉમેદવારો મધ્ય રેલ્વેની આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય અને કોઈ કારણસર અરજી કરી શક્યા ન હોય, તેઓએ શક્ય તેટલું જલ્દી ફોર્મ ભરી શકે છે. મધ્ય રેલવેના એપ્રેન્ટિસના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2023 છે. અરજી કરવા માટે માત્ર 6 દિવસ બાકી છે. આ સરકારી નોકરીનો સોનેરી તકનો લાભ લઈ શકો છો.
આટલી બધી જગ્યાઓ ભરવામાં આવશે
આ ભરતી અભિયાન દ્વારા મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની કુલ 2422 જગ્યાઓ ભરવામાં આવશે. 15 થી 24 વર્ષની વયના અને માન્ય બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જો રસ હોય તો વિલંબ કર્યા વિના શક્ય તેટલી વહેલી તકે અરજી કરો.
News Reels
આ વેબસાઇટ પરથી અરજી કરો
સેન્ટ્રલ રેલ્વેની એપ્રેન્ટીસ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે તમારે મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે – rrcr.com.
ચૂકવવી પડશે આટલી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા માટે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી. વિગતો સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય છે.
પાત્રતા શું છે
10+2 પેટર્નમાંથી 10મું પાસ કરેલ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે સંબંધિત વેપારમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
Akshay Kadam, valsad: મન હોઈ તો માળવે જવાઈ કહેવત અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ આ કહેવત વલસાડના મોટા પરસીવાડમાં રહેતા ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે ખરી સાબીત કરી બતાવી છે. ક્રિષ્ણાબેન અવિશ્વસનીય કામ કરી બતાવ્યું છે. ક્રિષ્ણાબેન વેટલિફિટંગ સ્પર્ધાની તૈયારી કરતા હતાં. આ દરમિયાન તેવો પ્રેગ્નેટ બન્યાં હતાં. પરંતુ વેટલિફિટંગની તૈયારી છોડી દીધી ન હતી અને તૈયારી ચાલુ રાખી હતી. નવ મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન તૈયારી કરતા રહ્યાં હતા અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્પોર્ટ પાવરલિફિટંગ એસોસિયેશન દ્વારા આયોજીત સાઉથ ગુજરાતની વેટલિફિટંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
25 જેટલી સાઉથ ગુજરાતની બહેનોએ ભાગ લીધો
ગુજરાત સ્પોર્ટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા સાઉથ ગુજરાતની વેટલિફ્ટિંગની ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં વુમન્સ કેટેગરીમાં 25 જેટલી સાઉથ ગુજરાતની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં વલસાડના મોટા પારસીવાડનાં ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલ સિનિયર કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન,
બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ તથા ફૂલ પાવર લીફટિંગમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સુરતમાં યોજાયેલી સાઉથ ગુજરાતની વેટલિફ્ટિંગની ટુર્નામેન્ટમાં ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે સ્કોડ્સ 95-કે.જી., બેન્ચપ્રેશ 62.5-કેજી, ડેડ લિફ્ટ 110-કેજીનું વજન ઉંચકી સિનિયર કેટેગરી વિજેતા બન્યા હતાં.
તમારા શહેરમાંથી (વલસાડ)
ક્રિષ્ણાબેનનાં પતિ તેમના કોચ છે
ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલની ઉંમર 26 વર્ષની છે અને તેઓને સંતાનમાં 1 વર્ષનો અર્ષ્યાન નામનો છોકરો છે અને તેમનું વજન 58 કે.જી. છે અને તેઓ છેલ્લા 2 વર્ષથી A Fitness નામના જિમમાં પ્રેક્ટિસ કરે છે, તેમના પતિ મહેરઝાદ પટેલ જ તેમના કોચ છે અને તેમને ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમણે પ્રેક્ટિસ કરી છે.
ડાયટ પ્લાન
ક્રિષ્ણાબેને ડાયટ વિષે જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા પહેલા પણ ભાત, ઈંડા, ચિકન ખાતા હતાં અને ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ લઇ દાળ-રાઈસ(ભાત),ચિકન, મટન ચાલુ રાખ્યું હતું.આજે પણ મારુ ડાયટ પ્લાન એ જ છે. હું મારા જેવી બીજી મહિલાઓને એટલું જ કેહવા માંગીશ કે, તેઓ પણ તમારા ડોક્ટર તથા જિમ ટ્રેનરની સલાહ લઇ ગર્ભાવસ્થા જીમમાં વર્કઆઉટ કરી શકો છો અને તમે પણ તમારું ડાયટ પણ ચાલુ રાખી શકો.
સિદ્ધિમાં પરિવારનો સપોર્ટ
મળેલી સિદ્ધિ માટે તેમણે જણાવ્યું હતુ કે, પરિવારનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો અને ખાસ મને મારા પતિ મહેરઝાદ પટેલે મોટીવેટ કર્યું છે અને એમણે જ મને ટ્રેનિંગ આપી છે. આજે એમના કારણે જ મને આ સિદ્ધિ મળી છે. હું મારા સાસુ સસરાનો ખુબ જ સપોર્ટ મળ્યો છે.
ગર્ભાવસ્થા અપંગતા નથી :ક્રિષ્ણાબેન પટેલ
ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે જણાવ્યું હતું કે , પ્રેગ્નન્સીએ અપંગતા નથી. આપડા ઘણા એવા સમાજો છે જ્યાં મહિલાની ડિલિવરી થઇ જાય પછી સવા મહિના ઘરની બહાર ન નીકળવાનું, આરામ કરવો અને એવી ઘણી બધી વાતો કહેવામાં આવતી હોય છે, તથા ઘણી મહિલાઓને સિઝર કરવાની નોબત આવતી હોઈ છે. તેઓને ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હોય કે, તારે આમ ન કરવાનું.
તેમ ન કરવાનું, જ્યારે હું મારી વાત કરું તો મારા પતિ તથા મારા ડોકટરની સલાહ લઈ મેં મારું કાયમનું ડાયટ પ્લાન દાળ-રાઈસ(ભાત),ચિકન, મટન ચાલુ રાખ્યું અને જીમમાં પ્રેક્ટિસ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. જેનું પરિણામ આજે મને મળ્યું છે. હું એટલું જ કેહવા માંગીશ કે તમે તમારા ડોકટર અને જીમ ટ્રેનરની સલાહ મુજબ ગર્ભાવસ્થા દરમિયા 100% વર્કઆઉટ કરી શકો.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
IND vs SL: ભારતીય ટીમ 10 જાન્યુઆરી (મંગળવાર) થી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા જસપ્રીત બુમરાહના રૂપમાં ટીમને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. વનડે સીરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે, પરંતુ બુમરાહ ટીમ સાથે ગયો નથી.
બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી
ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCIના એક સૂત્રએ જણાવ્યું કે બોર્ડ તેને લઈને ઉતાવળ કરવા માંગતું નથી. આ પહેલા ખુદ બીસીસીઆઈએ માહિતી આપી હતી કે બુમરાહને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આગામી માસ્ટરકાર્ડ 3 મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે. આ વાત BCCI તરફથી 3જી જાન્યુઆરીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી હતી.
લાંબા સમયછી ભારતીય ટીમની બહાર છે જસપ્રીત બુમરાહ
News Reels
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ભારતીય ટીમથી દૂર છે. આ કારણે તે ગયા વર્ષે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. તેની પ્રેસ રિલીઝમાં તેની ફિટનેસનું વર્ણન કરતાં, BCCIએ કહ્યું હતું કે, ફાસ્ટ બોલર રિહેબની પ્રક્રિયામાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં જ ભારતની ODI ટીમ સાથે જોડાશે. નોંધનીય છે કે, ભારતીય ટીમે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ODI વર્લ્ડ કપ જેવી મહત્વપૂર્ણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. આવી સ્થિતિમાં, BCCI તેમના સંબંધમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગશે નહીં.
Shahibag Fire, Suo Moto In Gujarat High Court: અમદાવાદના શાહીબાગમાં આવેલા ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ મામલે હાઈકોર્ટે વર્ષ 2023ની પહેલી સુઓમોટો લીધી છે. હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરુરી કાર્યવાહી સુનાવણી દરમિયાન હાથ ધરવામાં આવશે.
Ahmedabad: જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્નાનું, પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનું નવમું પુસ્તક “સમાજની શ્રદ્ધા”નું લોકાર્પણ નવમી જાન્યુઆરી,2023,સોમવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના જે.બી એડિટોરિયમમાં સમાજ નાયકોના હસ્તે થશે. આ પુસ્તકમાં સમાજ માટે હકારાત્મક, માનવીય અને સેવાકીય કાર્યો કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લખવામાં આવ્યું છે.248 પાનાંના આ પુસ્તકમાં કુલ 51 પોઝિટિવ સ્ટોરીઝનો સમાવેશ થયો છે. રમેશ તન્ના 2011 થી સોશિયલ મીડિયામાંપોઝિટિવ સ્ટોરીનું આલેખન કરે છે.2019થી તેમણે આ પોઝિટિવ સ્ટોરીઝ્ને પુસ્તક આકાર આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં કુલ આઠ પુસ્તકો પ્રકાશિત થઈ ગયાં છે.“સમાજનું અજવાળું”,“સમાજની સુગંધ”,“સમાજની સંવેદના”,“સમાજની કરુણા”,“સમાજની નિસબત”, “સમાજની સુંદરતા”,“સમાજની સારપ” અને “સમાજની મિત્રતા” એ આઠ પુસ્તકોનું લોકાર્પણ પણ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. મોટાભાગે તેઓ વહેલી સવારના સમયે જાહેર બગીચામાં સમાજ નાયકોના હસ્તે પોતાનાં પુસ્તકોનું લોકાર્પણ કરે છે.કાર્યક્રમના અધ્યક્ષ સૂર્યનારાયણ ભગવાન, કાર્યક્રમનાં મુખ્યમહેમાનો વૃક્ષો અને કાર્યક્રમના અતિથિવિશેષ પક્ષીઓ હોય છે. આવા સમયે ગીત-સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાય છે. સવારમાં સાત વાગે પુસ્તક લોકાર્પણમાં 250-300 કે તેનાથી વધારે લોકોની હાજરી હોય છે. આ નૂતન અભિગમ બધાંને ખૂબ ગમ્યો છે. પર્યાવરણની સાથે રહીને પણ કાર્યક્રમ કરી શકાય તેવો અભિનવ પ્રયોગ તેમણે કર્યો છે.
રમેશ તન્નાએ પોઝિટિવ સ્ટોરી શ્રેણીનાં કુલ 10 પુસ્તકો પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ શ્રેણીનું દસમું પુસ્તક “સમાજનો છાંયડો”ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. આ તમામ પોઝિટિવ સ્ટોરીની સમાજ ઉપર ઘણી મોટી અને હકારાત્મક અસર પડી છે. વાચકોએ આ શ્રેણીનાં પુસ્તકો હોંશે હોંશે વાંચ્યાં છે. ભેટ આપવા માટે પણ આ શ્રેણીનાં પુસ્તકો ઉત્તમ ગણાય છે. પુસ્તકો વાંચીને કોઈની હતાશા ગઈ છે, તો અનેક લોકોને જીવન જીવવાની નવી દિશા મળી છે. નવો વિચાર અને નવો ઉન્મેષ મળ્યો છે. કોરોનાકાળમાં આ શ્રેણીનાં પુસ્તકોએ લોકોને હિંમત અને બળ આપ્યાં હતાં. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ સહિત ઘણાં સ્થળોએ દર્દીઓએ આ પુસ્તકો વાંચીને મનોબળ ટકાવી રાખ્યું હતું. સમાજમાં ઘણું બધું સારું છે ,જીવન જીવવા જેવું છે, અનેક લોકો ભલા અને સારા છે અને સુંદર કાર્યો કરી રહ્યા છે, એવો સંદેશ પામીને વાચકોને ઘણી પ્રેરણા મળે છે. આ પુસ્તકની અનેક સ્ટોરી સોશિયલ મીડિયામાં અગરબત્તીની સુગંધની જેમ પ્રસરી છે. આ કથાઓની મદદથી સંસ્થાઓને લાખો રૂપિયાનાં અનુદાનો મળ્યાં છે. સમાજના જુદા જુદા ક્ષેત્રની વૈવિધ્યસભર કથાઓ હોવાથી વાચકોનો રસ ટકી રહે છે. કથાઓના લેખનની શૈલી સાદી, સરળ છે. એકવાર વાચક વાંચવાનું શરૂ કરે પછી વહેતા પ્રવાહમાં આગળ વધે છે. પ્રસન્નતા, પોઝિટિવિટી અને પ્રેરણાથી છલકાતાં આ પુસ્તકોએ સમાજમાં હકારાત્મકતાનો પ્રસાર કર્યો છે. સમાજનું અજવાળું અને સમાજની સુગંધ પુસ્તકને ઈનામો પણ મળ્યાં છે.