Tuesday, January 10, 2023

A farmer from Shuklatirtha area of Bharuch cultivates pink garlic amb – News18 Gujarati

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના શુકલતીર્થ વિસ્તારના ખેડૂત ઉર્વેશ પટેલ ગુલાબી લસણની ખેતી કરે છે. ખેડૂત છેલ્લા 8 થી 10 વર્ષથી લસણની ખેતી કરે છે. ખેડૂત ગુલાબી લસણનું બિયારણ રાજકોટથી લાવે છે. ખેડૂત સવા એકર જમીનમાં લીલા લસણનો પાક લે છે. આ લસણનો પાક રોકડીયો પાક છે. દર વર્ષે 1500 થી 2000 રૂપિયામાં ખેડૂત બિયારણ લાવે છે. ચાલુ વર્ષે બિયારણના ભાવમાં ઘટાડો થયો છે. ખેડૂત માત્ર 300 રૂપિયામાં બિયારણ લાવ્યા છે. લીલા લસણનો પાક સાફ સૂથરી જમીનમાં કરવામાં આવે છે. કચરાવાળી જમીનમાં લસણનો પાક બગડી જાય છે.

લીલા લસણને પાક શિયાળુ પાક તરીકે લેવામાં આવે છે

લીલા લસણના પાકને ઠંડી તેમજ સૂકી આબોહવા વધુ માફક આવે છે. શિયાળું પાક તરીકે લસણનો પાક લેવામાં આવે છે. લસણના કંદ અને કળીઓના વિકાસ માટે નીચુ તાપમાન જરૂરી હોય છે. લસણના કંદના વિકાસ સમયે ઉનાળાના દિવસોની સરખામણીમાં ઠંડી અને લાંબી રાત્રિવાળું વાતાવરણ પાકના ઉત્પન્ન અને ગુણવતા માટે વધુ માફક આવે છે. લસણની ખેતી દક્ષિણ ગુજરાત સારા પ્રમાણ થઈ શકે છે.

વકલ પદ્ધતિથી લીલા લસણની ખેતી કરવામાં આવે છે

લસણનો પાક ગમે તે સમયે ઉગી શકે છે. પરંતુ ગુજરાતમાં લસણની ખેતી શિયાળાના સમયમાં થાય છે. લસણની કળીઓ છુટી પાડી તેને જમીન પર પાથરી વાવવામાં આવે છે. લીલા લસણની ખેતી વકલ પદ્ધતિથી કરવામાં આવે છે. અલગ અલગ ચાસ પાડયા બાદ ખેતી કરવામાં આવે છે. એક ચાસમાં લસણનો પાક તૈયાર થાય ત્યારે બીજા ચાસમાં લીલા લસણનો અડધો પાક તૈયાર થાય છે. છેલ્લા ચાસમાં લસણની ખેતીની શરૂઆત થાય છે.તો લસણના પાકમાં સિગ્નેચર, ચીની સ્પ્રે કરવામાં આવે છે. સ્પ્રે કરવાથી લસણના પાકને પોષણ મળી રહે છે.

લસણના પાકમાં મજૂરી ખર્ચ વધુ થાય છે

ખેડૂતે જણાવ્યું હતુ કે, લસણના પાકમાં મજૂરી ખર્ચ વધુ થાય છે. તેઓ એક મણના 160 રૂપિયા મજૂરી આપે છે. મજૂરો પાકનું નિંદામણ કરીને તેને સાફ કરે છે. ત્યારબાદ તેને પાણીમાં ધોઈને સાફ કરીને ખેડૂતને આપે છે. લસણના પાકને તૈયાર થવામાં 60થી 65 દિવસ લાગે છે. એમ જોવા જઈએ તો પાક 80 દિવસમાં પૂરો તૈયાર થઇ જાય છે. નિંદામણ એક જ વાર કરવામાં આવે છે. તેમજ ખેડૂત ડાયનો છંટકાવ કરે છે. તેમજ યુરિયા અને ફોન્સનો છંટકાવ કરી પાક તૈયાર કરવામાં આવે છે. તેઓને 1 કિલોના 50 રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. મણના 1 હજાર રૂપિયા ભાવ મળે છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmer in Gujarat, GARLIC, Local 18

Rishab Shetty's Kantara Qualifies For Best Picture And Best Actor In Oscars Contention List

Kantara In Oscars 2023: રિષભ શેટ્ટીની ‘કંતારા’ આખરે એકેડેમી એવોર્ડ કેટેગરીની યાદીમાં સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મ બેસ્ટ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીમાં ઓસ્કાર 2023 માટે ક્વોલિફાય થઈ છે. સૌથી સન્માનિત એવોર્ડ શો ઓસ્કાર 2023માં કંતારાએ મોડી એન્ટ્રી કરી હતી અને ચાહકો હવે આ ફિલ્મની આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે. રિષભ શેટ્ટીએ કંતારા ફિલ્મ લખી દિગ્દર્શિત કરી અને અભિનય પણ કર્યો.

રિષભ શેટ્ટીએ ટ્વીટ કરીને પોતાની ખુશી ચાહકો સાથે શેર કરી 

ફિલ્મના નિર્દેશક ઋષભ શેટ્ટી ઓસ્કારમાં એન્ટ્રી મેળવ્યા બાદ સાતમાં આસમાન પર છે. તેણે ટ્વીટ કરીને પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. શેટ્ટીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ‘કાંતારા’ને 2 ઓસ્કાર ક્વોલિફિકેશન મળી છે. અમને ટેકો આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર. અમે તમારા સમર્થન સાથે આ જર્નીને વધુ શેર કરવા આતુર છીએ. #Oscars #Kantara માં તેણે ચમકતો જોવા માટે રાહ જોઈ શકતો નથી.”

‘કંતારા’ ‘RRR’ સાથે ઓસ્કારની રેસમાં જોડાઈ ગઈ 

આ સાથે એવું લાગે છે કે વર્ષ 2023 દક્ષિણ ભારતીય ફિલ્મો અને કલાકારો માટે ખાસ બનીને આવ્યું છે. જેઓ તેમની ઓન-પોઇન્ટ ફિલ્મો અને અભિનયથી વિશ્વભરમાં દિલ જીતી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા એસએસ રાજામૌલીના ‘RRR’નું ગીત ‘નાતુ નાતુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ક્વોલિફાય થયું હતું. આ સાથે જ એસએસ રાજામૌલીની ‘RRR’ અને રિષભ શેટ્ટીની ‘કંતારા’ માટે ઓસ્કારની રેસ શરૂ થઈ ગઈ છે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ ફિલ્મો અંતિમ નોમિનેશનમાં પણ સ્થાન મેળવે.

વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કંતારા’

રિષભ શેટ્ટીની ‘કંતારા’ વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેણે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પણ વિદેશમાં પણ કમાણી કરવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. વૈશ્વિક સ્તરે આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો હતો.


નકલી અધિકારી બની વૃદ્ધો સાથે છેતરપિંડી કરનાર આરોપીઓની Banaskantha LCBએ ધરપકડ કરી

નકલી અધિકારી બની વૃદ્ધો સાથે છેતરપિંડી કરનાર આરોપીઓની Banaskantha LCBએ ધરપકડ કરી

trailer-out-fans-claim-that-ranveer-singh-guest-appearance | Pathaan Trailer: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલરમાં ફેન્સને જોવા મળ્યો રણવીર સિંહ! સોશિયલ મીડિયા પર રીએક્શન

Ranveer Singh In Pathaan Trailer: હિન્દી સિનેમાની જાણીતી ફિલ્મ ‘પઠાણ’નું ધનસુખ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર જોઈ તમને ખરેખર મજા આવી જશે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર પઠાણના ટ્રેલરની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કારણ કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ઝલક કિંગ ખાનની ‘પઠાણ’માં જોવા મળી છે. ચાલો જાણીએ કે ચાહકો આવો દાવો કેમ કરી રહ્યા છે.

શું ‘પઠાણ’માં રણવીર સિંહનો કેમિયો છે?

‘પઠાણ’નું ધમાકેદાર ટ્રેલર મેકર્સ દ્વારા 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘પઠાણ’નું આ ટ્રેલર જોયા પછી દરેક લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પઠાણ’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. પરંતુ કેટલાક ચાહકો કહી રહ્યા છે કે સુપરસ્ટાર દીપિકા પાદુકોણના પતિ અને અભિનેતા રણવીર સિંહની ઝલક ‘પઠાણ’માં જોવા મળી રહી છે.

ટ્રેલરમાં રણવીર સિંહ જેવો દેખાતો અન્ય વ્યક્તિ દેખાયો 

ચાહકો આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ‘પઠાણ’ના ટ્રેલરની શરૂઆતમાં તમે જોશો કે ફિલ્મ આઉટફિટ એક્સના ખાનગી આતંકવાદી સંગઠનનો વ્યક્તિ બિલકુલ સુપરસ્ટાર રણવીર સિંહ જેવો દેખાય છે. તેનો ગેટઅપ પણ રણવીર જેવો જ દેખાઈ રહ્યો છે. જેના કારણે ચાહકો દાવો કરી રહ્યા છે કે રણવીર સિંહ પઠાણમાં કેમિયોના રોલમાં જોવા મળશે. પરંતુ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તે રણવીર સિંહ નહીં પરંતુ તેના જેવો જ દેખાતો કોઈ અન્ય છે.

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી

‘પઠાણ’માં રણવીર સિંહના કેમિયોની અફવા વચ્ચે એક યુઝરે કોમેન્ટ કરી છે કે – શું ‘પઠાણ’માં રણવીર સિંહ છે? અન્ય યુઝરે લખ્યું છે કે- આ રણવીર સિંહ લાઇટ છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે ના ના આ રણવીર સિંહ નથી આ તેના જેવો જ દેખાતો વ્યકિત છે. આ રીતે તમામ યુઝર્સ ટ્વિટર પર આ બાબતને લઈને મસ્તી કરી રહ્યા છે.


Navsari: વાસંદામાં પૂર્વ સરપંચ અને તલાટી પર લાખોનું કૌભાંડ આચર્યાનો લાગ્યો ગંભીર આરોપ

Navsari: વાસંદામાં પૂર્વ સરપંચ અને તલાટી પર લાખોનું કૌભાંડ આચર્યાનો લાગ્યો ગંભીર આરોપ

Hugo Lloris: France Captain Hugo Lloris Retired From International Football, Has Made These Records

Hugo Lloris: ફ્રાન્સ ફૂટબોલ ટીમના કેપ્ટન હ્યુગો લોરિસે 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 2022 ફિફા વર્લ્ડ (FIFA World Cup) કપમાં આર્જેન્ટિના સામે ફાઇનલમાં હાર્યાના ત્રણ અઠવાડિયા બાદ તેઓએ આ નિર્ણય લીધો છે. ટોટેનહામ હોટ્સપુરના ગોલકીપર લોરિસે સોમવારે પ્રકાશિત ફ્રેન્ચ સ્પોર્ટ્સ ડેઇલી L’Equipe સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મેં મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આ લાગણી સાથે કરવાનો નિર્ણય કર્યો છે કે મેં બધું જ આપી દીધું છે.” મને લાગે છે કે યુરો કપના ક્વોલિફાઈંગ રાઉન્ડની શરૂઆતના અઢી મહિના પહેલા હવે તેની જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે.

લોરિસે (Hugo Lloris) નવેમ્બર 2008માં 21 વર્ષની ઉંમરે ઉરુગ્વે સામેની મૈત્રીપૂર્ણ મેચમાં આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં પ્રવેશ કર્યો હતો. તે વિશ્વ કપમાં ફ્રાન્સ માટે સૌથી વધુ કેપ મેળવનાર ખેલાડી પણ છે. તેણે લિલિયન થુરામના 142 મેચના રેકોર્ડને પાછળ છોડી દીધો. લોરિસ ફાઈનલમાં ઉતરવા સહિત 145 મેચમાં ફ્રાન્સ ટીમનો ભાગ હતો. 2022 FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં, ફ્રાન્સ આર્જેન્ટિના સામે ફુલ ટાઇમ અને પછી વધારાના સમયમાં 3-3ની ડ્રો બાદ પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગયું. આર્જેન્ટિનાએ શૂટઆઉટમાં ફ્રાન્સ પર 4-2થી જીત મેળવી હતી.

લોરિસ સતત બે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનાર ચોથો સુકાની છે

હ્યુગો લોરિસ ચોથો સુકાની છે જેણે સતત બે વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું. આ સિદ્ધિ સૌપ્રથમ જર્મનીના કાર્લ હેન્ઝ રુમેનીગે હાંસલ કરી હતી. તેણે 1982 અને 1986 વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મનીનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ બંને ફાઇનલમાં હાર્યું હતું. સુપ્રસિદ્ધ ફૂટબોલર ડિએગો મેરાડોનાએ પણ તેની કપ્તાની હેઠળ આર્જેન્ટિનાને સતત બે વર્લ્ડ કપ ફાઇનલમાં દોરી હતી.

live reels News Reels

જ્યાં આર્જેન્ટિના 1986માં વિજેતા બન્યું હતું જ્યારે 1990માં તેને જર્મનીથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડુંગાએ 1994 અને 1998માં બે વખત બ્રાઝિલને ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું. 1994માં બ્રાઝિલ વિજેતા બન્યું અને 1998માં ફાઇનલમાં ફ્રાન્સ સામે હાર્યું. લોરિસ પાસે સતત બે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ કેપ્ટન બનવાની તક હતી, પરંતુ તે ચૂકી ગયો. લોરિસે કહ્યું- હું વાસ્તવમાં વર્લ્ડ કપ પછી નિવૃત્તિ વિશે વિચારી રહી હતી.

IND Vs SL: Virat Can Create A Record In The First ODI, King Kohli Will Be Eyeing This Special Record Of Sachin

Virat Kohli Can Break Sachin Tendulkar Record: ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ખાસ છે. વિરાટ પ્રથમ વનડેમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. જો આ શક્ય બનશે તો તે સચિન તેંડુલકરનો ખાસ રેકોર્ડ તોડી નાખશે. આ માટે તેને સદીની જરૂર છે. હાલમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારી હતી.

શું છે સચિનનો રેકોર્ડ?

સચિન તેંડુલકરની વાત કરીએ તો વનડેમાં તેના નામે ઘણા રેકોર્ડ છે. તેણે બે દાયકાથી વધુ સમય સુધી ક્રિકેટ પર રાજ કર્યું. સચિનની વનડેમાં સદીઓની વાત કરવામાં આવે તો તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ 20 સદી ફટકારી છે. વિરાટ હોમ ગ્રાઉન્ડ પર 19 સદી ફટકારીને બીજા નંબર પર છે. આ સિવાય સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પણ મુલાકાતી ટીમ સામે વનડેમાં 8 સદી ફટકારી છે. જો કિંગ કોહલી શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટે સચિનની બરાબરી કરી લીધી છે

live reels News Reels

જો કે વિરાટ કોહલીએ કોઈપણ વિરોધી ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ODI ક્રિકેટમાં સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં 9 સદી ફટકારી છે. જો વિરાટ કોહલી મંગળવારે વનડેમાં શ્રીલંકા સામે સદી ફટકારશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કિંગ કોહલી પહેલી મેચમાં આ કરિશ્મા કરી શકે છે કે નહીં.

નોંધનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ ગુવાહાટીમાં રમાશે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, તેથી ભારતીય ટીમ માટે શ્રીલંકા સીરિઝ ઘણી મહત્વપૂર્ણ છે. રોહિત શર્મા આ ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જે અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે  સ્વસ્થ થઈ ગયો છે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં છે.

પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માંથી બહાર બેસવું પડશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી કે તે પોતે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે.

રોહિત શર્માએ કહ્યું, ‘બંને ઓપનરો (ગિલ અને કિશન) ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ મને લાગે છે કે શુભમન ગિલને તક આપવી યોગ્ય રહેશે કારણ કે તેણે અગાઉની મેચોમાં ઘણા રન બનાવ્યા હતા. હું ઈશાન પાસેથી કોઈ શ્રેય લેવાનો નથી. તે અમારા માટે ખૂબ જ સારો રહ્યો છે. તેણે બેવડી સદી ફટકારી છે અને હું જાણું છું કે બેવડી સદી ફટકારવી એ કેટલી મોટી ઉપલબ્ધિ છે. પરંતુ સાચું કહું તો અમારે એવા ખેલાડીઓને પૂરતી તક આપવાની જરૂર છે જેમણે અગાઉ સારું પ્રદર્શન કર્યું છે.

Ahmedabad Police busted moneylenders, more than five complaints

અમદાવાદ: રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ શરુ કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને જેલમાં બંધ કરી દીધા છે. ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં છે. છેલ્લા બે દિવસમાં પાંચથી વધુ ફરિયાદો વ્યાજખોર વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે વ્યાજખોરોની ચરબી ઉતારી દીધી છે. જેના કારણે તે ભુગર્ભમાં ઉતરી ગયા છે.

વ્યાજખોરે 15 લાખ રૂપિયા વ્યાજ સહિતની રકમનો હીસાબ કાઢ્યો

ચાંદખેડા ગામમાં આવેલા લેઉવા વાસમાં રહેતા ભરતભાઇ પંચાલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દિનેશ રબારી (રહે દ્વારકેશ એપાર્ટમેન્ટ, ગોતા) વિરૂદ્ધ ધમકી તેમજ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. ભરતભાઇ આરબીએલનું ક્રેડીટ કાર્ડ વાપરતા હતા. જેની ઉઘરાણી માટે દિનેશ રબારી આવતો હતો. દિનેશ રબારી ક્રેડીટ કાર્ડના રૂપિયા લઇને બેંકમાં જમા કરાવી દેતો હતો. જેથી તે ભરતભાઇ પંચાલને સારી રીતે ઓળખવા લાગ્યો હતો. ગતવર્ષે ભરતભાઇ પંચાલ પાસે ક્રેડીટ કાર્ડનું બીલ ભરવાના રૂપિયા નહીં હોવાથી દિનેશ રબારીએ તેમને પુછ્યા વગર બીલ ભરી દીધું હતું. બીલ ભરી દીધા બાદ દિનેશ રબારીએ એક દિવસનું એક હજાર રૂપિયા વ્યાજ ગણાવ્યુ હતું. ભરતભાઇની જાણ બહાર દિનેશે બીલ ભરી દેતા મામલો બિચક્યો હતો.

આ પણ વાંચો: ઘરમાં તાળું મારી ચાવી બુટમાં મૂકી ને કાંડ થયો, સોનું-રોકડ બધું જ સાફ થઇ ગયું

દિનેશે ધમકી આપીને એક હજાર રૂપિયા વ્યાજ અને બીલની રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ દિનેશ ભરતભાઇની જાણ બહાર ક્રેડીટ કાર્ડનું બીલ ભરી દેતો હતો અને બાદમાં એક દિવસના એક હજાર રૂપિયા વ્યાજ ગણતો હતો. જેમ-જેમ દિવસ થાય તેમ વ્યાજની રમક વધી જતી હતી. થોડા સમય પહેલા દિનેશે ભરતભાઇ પાસેથી 15 લાખ રૂપિયા વ્યાજ સહિતની રકમનો હીસાબ કાઢ્યો હતો. દિનેશે ભરતભાઇ પાસે દાદાગીરી કરીને કોરા ચેક અને નોટરી પણ કરાવી લીધી હતી અને બાદમાં 6.14 લાખનો ચેક બાઉન્સ કરાવીને ચેક રીર્ટનની ફરિયાદ પણ કરી લીધી. ભરતભાઇએ કોઇ રૂપિયા લીધા નહીં હોવા છતાંય દિનેશે ઉઘરાણી ચાલુ રાખતા અંતે ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પૈસા લેવા સારા લાગે છે અને આપવાના થાય ત્યારે નાટક કરે છે, કહીને યુવક પર તુટી પડ્યા 

રામોલ પોલીસ સ્ટેશનમાં પણ શીવાભાઇ રાઠોડ નામના યુવકે દિનેશ ગોસ્વામી, વિકાસ ઉર્ફે ક્ટ્ટા અને ઇલીયાસ અજમેરી વિરૂદ્ધ વ્યાજખોરી તેમજ મારમારીની ફરિયાદ કરી છે. શીવાભાઇ રામોલમાં આવેલા કર્ણાવતી મેગામોલ ખાસે કી.વી.એમ. ફાયનાન્સ સર્વિસિસ નામની ઓફિસ ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ચારેક મહિના પહેલા શીવાભાઇને રૂપિયાની જરુરીયાત હોવાથી તેમણે દિનેશ ગોસ્વામી, પાસેથી 2.45 લાખ રૂપિયા વીસ ટકા વ્યાજ પર લીધા હતા. શીવાભાઇ દિનેશ દરમહિને 50 હજાર રૂપિયા વ્યાજ પેટે આપતા હતા. ડિસેમ્બર સુધીમાં શીવાભાઇએ દિનેશ ગોસ્વામીને મુડી પેટે કુલ સાત લાખ રૂપિયા જેટલી રમક ચુકવી દીધી હતી.

ગઇકાલે શીવાભાઇ ઓફિસમાં હાજર હતા ત્યારે દિનેશ ગોસ્વામી, વિકાસ ઉર્ફે કટ્ટા, ઇલીયાસ અજમેરી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તારે મને હજુ વ્યાજ અને પેન્લટીના પંદર લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે. તું મને આજે જ રૂપિયા આપી દે. શીવાભાઇએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બિચક્યો હતો અને વ્યાજખોર દિનેશ ગોસ્વામી સહિત ત્રણેય જણાએ હુમલો કરી દીધો હતો. શીવાભાઇને માથામાં પાઇપ મારી અને છરી બતાવીને ધમકી આપી હતી કે, પૈસા લેવા સારા લાગે છે અને આપવાના થાય ત્યારે નાટક કરે છે. શીવાભાઇએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય સેટેલાઇટ સહિત અલગ-અલગ જગ્યા પર પોલીસે વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી શરુ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

World Hindi Day 2023: Celebration Of World Hindi Day Around The World

World Hindi Day 2023 News: દેશ અને દુનિયાના હિન્દીભાષાના પ્રેમીઓ માટે 10 જાન્યુઆરીની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2006માં આ દિવસે તત્કાલિન પીએમ મનમોહન સિંહે હિન્દીના પ્રચાર માટે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.

દર વર્ષે 10 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ હિન્દી દિવસ’ (World Hindi Day 2023) ઉજવવામાં આવે છે. ભારત સરકારે 10 જાન્યુઆરી 2006 ના રોજ આ દિવસ (Mother Tongue of India) ઉજવવાનું શરૂ કર્યું. વિશ્વભરમાં ભારતીય દૂતાવાસો આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિશ્વ હિન્દી દિવસ (When and why celebrated Hindi Day) ઉજવવાનો હેતુ વિશ્વમાં હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે દર વર્ષે એક થીમ (World Hindi Day 2023 Theme) બહાર પાડવામાં આવે છે.

પોતાની ભાષા પ્રત્યે લગાવ અને લાગણી એ દેશભક્તિનું એક સ્વરૂપ છે. હિન્દીએ હંમેશા તમામ ભારતીયોને એક દોરામાં બાંધીને વિવિધતામાં એકતાની ભાવના સાબિત કરી છે. આવી સ્થિતિમાં દેશના હિન્દી પ્રેમીઓ માટે 10 જાન્યુઆરીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે વિશ્વ હિન્દી દિવસ છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે હિન્દીના પ્રચાર માટે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

ક્યાં યોજાઈ હતી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ?

live reels News Reels

વિશ્વમાં હિન્દીનો વિકાસ કરવા અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે પ્રમોટ કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિન્દી પરિષદો શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ 10 જાન્યુઆરી 1975 ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી. તેથી જ આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે હિન્દી દિવસ દેશમાં ઉજવાતા હિન્દી પખવાડિયાથી કેટલો અલગ છે.

બંધારણની કલમ 342 અને 351માં પણ હિન્દીનો ઉલ્લેખ:

બંધારણ સભાએ દરેક ભારતીયોને  બંધારણીય અને વહીવટી જવાબદારી સોંપી છે કે બંધારણના અનુચ્છેદ 343 અને 351 મુજબ આપણે રાજભાષા હિન્દીનો મહત્તમ ઉપયોગ કરીને પ્રચાર વધારવો જોઈએ. કલમ 351 મુજબ હિન્દીનો પ્રસાર વધારવો, તેનો વિકાસ કરવો તે સંઘની ફરજ હશે. આ કારણે તે ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃતિના તમામ તત્વોની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે છે. 

વિશ્વ હિન્દી દિવસ 2023 થીમ: 

દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવા માટે ભારત સરકાર દ્વારા એક થીમ નાક્કિક કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે “હિન્દીને લોક અભિપ્રાયનો હિસ્સો બનાવવો, તેનો અર્થ માતૃભાષાને છોડી દેવાનો નથી” તેના પર છે.

 

 

Ahmedabad: દાણીલીમડામાં મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી, જુઓ વીડિયો

Ahmedabad: દાણીલીમડામાં મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી, જુઓ વીડિયો 

Rajkot: યાર્ડમાં મગફળી-લસણની સંપૂર્ણ આવક કેમ બંધ કરાઇ, ફટાફટ જાણી લો અન્ય પાકના ભાવ

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળીની આવક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. મગફળીની સાથે સાથે લસણની આવક પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણ આવક બંધ કરી દેવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરચા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.પણ હાલ પુરતી મગફળી અને લસણની આવક બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ સુકા મરચાં અને લસણની આવક સોમવાર રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની આવક સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના અન્ય તમામ જણસીની આવક રાબેતા મુજબ 24 કલાક આવવા દેવામાં આવશે.

માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1600થી 1760 બોલાયા, ઘઉંનો ભાવ 520થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી1290 રૂપિયા, સોયાબીનના ભાવ 1020થી 1120 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 2400થી 4400 રૂપિયા બોલાયો હતો.

આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, એપીએમસી, રાજકોટ

Junagadh: આ ગામના લોકોને મોટું વ્યાજ આપવાની લાલચ આપી આ સંસ્થાએ ખંખેર્યા લાખો રૂપિયા, જુઓ વીડિયો

Junagadh: આ ગામના લોકોને મોટું વ્યાજ આપવાની લાલચ આપી આ સંસ્થાએ ખંખેર્યા લાખો રૂપિયા, જુઓ વીડિયો 

The biggest GIHED Property Show was organized in Ahmedabad AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad : આધુનિક યુગમાં થતા બદલાવ સાથે સાથે પ્રોપર્ટીમાં તથા તેના બાંધકામમાં ઘણા બદલાવ આવ્યા છે. ત્યારે આ બદલાવને લોકોમાં લાવવા માટે તથા લોકોને નવા થઈ રહેલા બાંધકામ અંગે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડ્સમાં GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શોની 17મી આવૃત્તિ છે.

આધુનિક ટેક્નોલોજીની મદદથી ઉંચી ઈમારતો બનાવવામાં આવી રહી છેપહેલાંના જમાનામાં ઘર માટીના, ઈંટોના તથા ચૂનાના બાંધકામ કરવામાં આવતા હતા. ત્યારબાદ સિમેન્ટ, રેતી, કપચીનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે હાલમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી RCC તથા બ્લોક દ્વારા ઉંચી ઈમારતો બનાવવામાં આવી રહી છે. ત્યારે આ પ્રોપર્ટી શોનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

65 બિલ્ડરોએ 250 થી વધુ પ્રોપર્ટીઝ રજૂ કરી

CREDAI અમદાવાદ GIHED દ્વારા ત્રિ-દિવસીય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 17મા પ્રોપર્ટી શોમાં 65 થી વધુ બિલ્ડરો રૂપિયા 25 લાખથી રૂપિયા 10 કરોડ સુધીની પ્રોપર્ટી પ્રદર્શિત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી, ફાર્મા પાર્ક, લોજિસ્ટિક્સ પાર્ક સહિતના પ્રોજેક્ટ્સના યજમાન અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે. આ સાથે અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ ભાગોમાંથી 250 થી વધુ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વેરહાઉસ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ તમામ શ્રેણીઓમાં હાઉસિંગ સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ અને વિકાસનું સાક્ષી છે.

પ્રોપર્ટીઝમાં એફોર્ડેબલથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીની રેન્જ દર્શાવવામાં આવી

આ પ્રોપર્ટીઝમાં એફોર્ડેબલથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીની રેન્જ દર્શાવવામાં આવી છે. જેમાં કોમર્શિયલ બિલ્ડીંગ, બંગ્લા, વીકએન્ડ વિલા, પ્લોટિંગ અને આઈટી પાર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને ટોચની બેંકોના સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ મિલકતોની માહિતી થલતેજના ગણેશ મેદાનમાં એક છત નીચે મળી શકે છે.

રાકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી છે : સીએમ


સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી છે. રિયલ એસ્ટેટના વિકાસ માટે બિઝનેસની સરળતા માટે શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગને સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં મોટા ભાગના મકાનો બનાવવામાં આવ્યા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

 

રિયલ એસ્ટેટનું ટર્નઓવર 10 થી 15 ટકાનાં દરે વધી રહ્યું છે.


CREDAI અમદાવાદ GIHED ના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને આસપાસના સ્થળોએ રિયલ એસ્ટેટનું ટર્નઓવર રૂપિયા 45,000 કરોડથી રૂપિયા 50,000 કરોડ સુધીનું છે અને તે 10 થી 15% ના દરે વધી રહ્યું છે. અમદાવાદ જે ફાર્મા, ઓટોમોબાઈલ અને મેડિકલના હબ તરીકે જાણીતું છે. તે ટૂંક સમયમાં સ્પોર્ટ્સ અને આઈટી હબ પણ બની જશે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને આર્થિક હબ છે. શહેર વર્ષોથી કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે. કારણ કે દેશભરના લોકોએ આજીવિકાની તકોને કારણે અમદાવાદને પોતાનું ઘર બનાવ્યું છે. કોવિડ રોગચાળા પછી કાચા માલના ભાવમાં વધારો થયો હોવા છતાં અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં બહુ વધારો થયો નથી. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો નોંધપાત્ર રીતે ઓછી છે. જ્યારે મેટ્રો અને મોટા શહેરોમાં સૌથી વાજબી છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, Local 18, Property