Thursday, November 24, 2022

પાટણમાં પાર્લર વાળાથી લઇ પ્રોફેસર ચૂંટણી લડી રહ્યા છે | Professors are contesting elections from parlors in Patan

પાટણ39 મિનિટ પહેલાલેખક: તેજસ રાવળ

  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar

ફાઈલ તસ્વીર

  • ચારેય બેઠકો પર મજુર,સેલ્સમેન,કારીગર,વકીલ,વેપારી,બિલ્ડર,ખેડૂત, ઉદ્યોગપતિ મળી કુલ 43 ઉમેદવારો મેદાનમાં

વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 43 ઉમેદવારોના વેપાર અને વ્યવસાય અંગે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ કરતા સિદ્ધપુરમાં મજુરથી લઈ કંપનીના માલિક, પાટણમાં પાર્લર વાળાંથી લઇ પ્રોફેસર, ચાણસ્મામાં સાધુથી લઇ સમાજ સેવક, રાધનપુરમાં ગૌ સેવકથી લઇ બિલ્ડર્સ સુધીના ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં સૌથી વધુ ઉમેદવારો પાટણમાં 16 છે. જેમાં ચા નાસ્તાના પાર્લર ચલાવતા ઉમેદવારથી લઈ પ્રોફેસર સુધીના ઉમેદવારો છે.

પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં સૌથી વધુ ઉમેદવારો
ચાણસ્મા બેઠકમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો ખેડૂત છે. તેમના હરિફમાં આપમાંથી વેપારી અને અપક્ષ સહિત અન્ય પાર્ટીઓના મળી કુલ 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાધનપુર વિધાનસભામાં 11 ઉમેદવારોમાં કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ બિલ્ડર અને ડેવલોપર્સ છે તેમની સામે ભાજપના ઉમેદવાર ખેડૂત છે.

સામાન્ય વર્ગના લોકો પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા
આપમાંથી લડી રહેલ ઉમેદવાર ખેડૂત છે. અન્ય પક્ષોમાં ગૌ ભક્ત, મજુરી કામ અને નિવૃત્ત કર્મચારી સહિત ફેરિયો કરીને આવક મેળવતા સામાન્ય વર્ગના લોકો પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. સિદ્ધપુર વિધાનસભામાં 9 ઉમેદવાર છે. જેમાં સૌથી ધનાઢ્ય ભાજપમાંથી ઉદ્યોગપતિ બલવંતસિંહ રાજપૂત, કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર બિલ્ડર અન્ય હરીફ નાના પક્ષોમાં 3 અપક્ષમાં સેલ્સમેન મજૂર, ખેડૂત, વેપારી વર્ગના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

મજૂરથી માલિક સુધીના ઉમેદવાર મેદાનમાં

બેઠક પક્ષ નામ વ્યવસાય
પાટણ GGP જયંતીજી ઠાકોર પાર્લર
પાટણ અપક્ષ સારજીજી કારીગર
પાટણ બ.સ.પા હસુમતીબેન વકીલ
પાટણ આપ લાલેશ ઠકકર કોન્ટ્રાકટર
પાટણ ભાજપ રાજુલબેન પ્રોફેસર
પાટણ કોંગ્રેસ કિરીટ પટેલ પ્રોફેસર
ચાણસ્મા ગુ.ન.પ શિવાનંદજી સાધુ
ચાણસ્મા ભાજપ દિલીપજી ખેડૂત
ચાણસ્મા કોંગ્રેસ દીનેશજી ખેડૂત
ચાણસ્મા આપ વિષ્ણુભાઈ વેપારી
રાધનપુર કોંગ્રેસ રઘુભાઈ બિલ્ડર
રાધનપુર ભાજપ લવીંગજી ખેડૂત
રાધનપુર આપ લાલજી ઠાકોર ખેડૂત
રાધનપુર બસપા ભુરાભાઈ મજૂરી કામ
રાધનપુર અપક્ષ ગિરધારીભાઈ ફેરી
રાધનપુર અપક્ષ પંકજ પટેલ નિવૃત્ત કર્મચારી
સિદ્ધપુર અપક્ષ હસનખાન મજૂરી કામ
સિદ્ધપુર બસપા ગોવિંદ સેલ્સમેન
સિદ્ધપુર આપ મહેન્દ્ર રાજપૂત પ્રા.નોકરી
સિદ્ધપુર કોંગ્રેસ ચંદનજી ઠાકોર બિલ્ડર
સિદ્ધપુર ભાજપ બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગપતિ

અન્ય સમાચારો પણ છે…