- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Weights And Measures Department Raids Market Yards In Mehsana And Patan Districts, Action Taken Against 20 Traders For Making Noise
મહેસાણા37 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહેસાણાના બહુમાળી ભવનમાં આવેલા જિલ્લા તોલ માપ વિભાગે મહેસાણા અને પાટણ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલા માર્કેટયાર્ડમાં દરોડા પાડી વજન કાંટા તેમજ ઇલેક્ટ્રોનિક કાંટાની ચકાસણી કરી હતી. જેમાં ગોલમાલ કરતાં 20 વેપારી સામે તોલ માપ વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી છે.

કુલ 60 વેપારીને ત્યાં તપાસ આદરી
તોલમાપ વિભાગે વિસનગર, સતલાસણા, પાટણ, મહેસાણા અને સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તોલમાપ વિભાગના મદદનીશ નિયત્રંક એસ.વી પટેલ અને ઇન્સ્પેક્ટર પ્રિયક ચૌધરી, વિકાસ ચૌધરી, સંજય ચૌધરીની ટીમે પાટણના સિદ્ધપુર, મહેસાણાના સતલાસણા, વિસનગરમાં આવેલા માર્કેટયાર્ડમાં સવારે તપાસ આદરી હતી. જેમાં કુલ 60 વેપારીઓને ત્યાં તપાસ કરાઈ હતી.
જવન કાંટા, ઇલેક્ટ્રોનિક બેલેન્સની ચકાસણી કરાઈ
મહેસાણા તોલમાપ વિભાગના તપાસમાં માર્કેટયાર્ડના આવેલા વેપારીઓને ત્યાં વજન કાંટા, ઇલેક્ટ્રોનિક બેલેન્સની ચકાસણી કરી હતી. જેમાં 20 વેપારીના કાંટા પ્રામાણિક ન હોવાથી આ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.