Tuesday, December 13, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» 600 એકર જમીન પર 10 મહિનાથી વધારે સમયમાં તૈયાર થયુ પ્રમુખસ્વામી નગર, આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સ્વયંસેવકો એ કર્યો ભક્તિભય પુરુષાર્થ
ડિસે 12, 2022 | 11:54 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ડિસે 12, 2022 | 11:54 PM
સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે 1 વર્ષ પહેલા જ તૈયારી શરુ થઈ ગઈ હતી. અમદાવાદમાં 600 એકર જમીન પર છેલ્લા 10 મહિનામાં 80,000 સ્વયંસેવકો એ રાત-દિવસ કામ કરીને વિશાળ પ્રમુખ સ્વામી નગર બનાવ્યુ છે.
આ નગર બનાવવા માટે 45 જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત 80,00 સ્ત્રી-પુરુષ સ્વયંસેવકોનો દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થ કર્યો છે.
બાળ સ્વયંસેવકો/સ્વયંસેવિકા પણ આ સેવા યજ્ઞમાં જોડાયા છે. 4500 જેટલા બાળ-બાલિકા સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ આવનારા 1 મહિના સુધી મનોહર અને પ્રેરણાદાયી બાળ નગરીનું સંચાલન કરશે.
આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ શતાબ્દી મહોત્સવ માટે સ્વયંસેવક બન્યા છે.સ્વયંસેવકો કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા, પરંતુ પોતાના પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે.
સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.
પ્રમુખસ્વામી નગર 80,000 સ્વયંસેવકોના પુરુષાર્થને કારણે બન્યુ છે. તેમના માટે મહંતસ્વામી મહારાજની હાજરીમાં વિશિષ્ટ સ્વયંસેવક પ્રેરક સભા આજે યોજાઈ હતી.
આવાનારા 1મહિના સુધી આ તમામ 80,000 સ્વયંસેવકો અમદાવાદ શહેરમાં સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવને ભ્વ્ય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં પોતાની સેવા આપશે.