આજે 31મી ડિસેમ્બર અને નવા વર્ષ 2023ના આગમનની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2023ના શરૂઆતની અમદાવાદીઓ દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના એસજી હાઇવે પર અને સિંધુભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ડાન્સ કરી અને નવા વર્ષને મનાવી રહ્યા છે. સિંધુભવન રોડ પર આવેલા લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક- યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકોએ કર્યો ડાન્સ તો બીજીતરફ 31st ડિએમ્બરની ઉજવણીને લઇને જજીસ બંગ્લો રોડ ઉપર સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકો નાચતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જજીસ બંગલો રોડ પર લોકો પોતાના બાળકો સાથે સાન્તાક્લોઝ સાથે ફોટા પડવાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સીજી રોડ પર લોકોની અવરજવર શરૂ થઈ છે. પરંતુ હજુ વધુ સંખ્યામાં લોકો ન આવતા રોડ રસ્તા ચાલુ રાખવામાં આવ્યા છે. સમગ્ર સીજી રોડ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સીજી રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સીજી રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.
કિશોર તુવર, બનાસકાંઠા: સમગ્ર દુનિયા નવા વર્ષ-2023ને આવકારવા માટે વ્યસ્ત છે, જ્યારે નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના જવાનો નેશન ફર્સ્ટના સેવાધર્મ સાથે દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. ઝીરો ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં BSFના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો અત્યારે મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનો ઉજવણી છોડીને દેશની સુરક્ષા કરી રહ્યા છે.
જવાનો હંમેશા સરહદો પર ખડે પગે રહે છે
દેશના લોકો સુખચૈનથી પોતાના ઘરોમાં રહીને તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સેનાના જવાનો હંમેશા સરહદો પર ખડે પગે જોવા મળે છે. નવા વર્ષની ઉજવણીમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનોને મળી પ્રવાસીઓએ તેમની રાષ્ટ્ર ફરજને બિરદાવી આત્મિયતાથી વાતો કરી તેમના પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરતા નજરે પડે છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની બાજ નજર
ગુજરાતની 826 કિ.મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની બાજ નજર રહે છે. BSF જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિ.મી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે. જેમાં મેડીથી જખૌ બંદર સુધીના 85 કિ.મી. દરિયાઈ માર્ગ પર પણ BSF પડકારજનક પરિસ્થિતિમાં પણ ફરજ નિભાવે છે. BSFના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો, ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સરક્રિક વિસ્તાર જે 4050 સ્કવેર કિ.મી. પર BSF સુરક્ષા કરે છે.
ઉલ્લેખનીય છે કે, દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવ જંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂ-સ્ખલન કે કોઈપણ કુદરતી કે માનવ સર્જિત સંજોગો હોય BSF સદૈવ અડગ રહી તેના સૂત્ર “જીવન પર્યંત કર્તવ્ય” અનુસાર દેશની સુરક્ષા કરતા અડીખમ ડ્યુટી નિભાવે છે. દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત જોવા મળે છે. અસહ્ય ગરમી હોય કે, પછી કાલીત ઠંડી હોય પરંતુ દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત રહેતા હોય છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
બનાસકાંઠા
બનાસકાંઠા
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ વખતે તમામ જગ્યાએ અને પાર્ટીઓ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતરી પોશ વિસ્તારમાં તમામ વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરી રહી છે. આ વખતે પ્રથમવાર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ દ્વારા ડુમસ રોડ ખાતેના વાય જંકશન પાસે સઘન ચકિંગ કરાઈ રહ્યું છે. દરમિયાન સુરત પોલીસને કારમાંથી એક યુવક અને યુવતી દારૂના નશા અને બોટલ સાથે પકડાયા હતા.
થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન ચેકીંગ વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ના આગમનને લઈ પાર્ટી આ વખતે અનેક જગ્યાએ થઈ રહી છે. લોકો નવા વર્ષની ઉજવણી માટે રસ્તા ઉપર પણ આવતા હોય છે. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે જાહેર થર્ટી ફર્સ્ટ પાર્ટીની ઉજવણી કરવાની પરવાનગી મળી છે. તેવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ ગેરપ્રવૃતિ ન થાય તેને લઇ પોલીસ પણ એક્શન મોડ પર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ વર્ષે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે જગ્યાઓએ વધુ પાર્ટી થઈ તે રસ્તા પર પોલીસની મોટી ટીમ રોડ પર ઉતરી આવી છે. પસાર થઈ રહેલા તમામ રાહદારીઓને અને વાહન ચાલકોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.
યુવક-યુવતી દારૂના નશામાં હતા અને કારમાં દારૂની બોટલ મળી.
સુરતમાં દારૂના નશામાં યુવક અને યુવતી ઝડપાતા ડિટેઇન કરાયા સુરત પોલીસ દ્વારા ડુમસ રોડ ખાતેના વાય જંકશન પાસે સઘન ચકિંગ કરાઈ રહ્યું છે દરમિયાન પોલીસને કારમાંથી એક યુવક અને યુવતી દારૂના નશા અને બોટલ સાથે પકડાઈ આવ્યા. પોલીસ દ્વારા પીપળો થી ડુમ્મસ તરફ જઈ રહેલા રોડ પર તમામ લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટુ વ્હીલર ફોર વ્હીલર પર જઈ રહેલા તમામ વિશેષ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન કારમાં જઈ રહેલા એક યુવતી અને એક યુવક દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ચેકિંગમાં હતો દરમિયાન આ કપલની કાર ચેક કરવામાં આવી હતી. ત્યારે કારની અંદર પોલીસને દારૂ મળી આવ્યું તે ઉપરાંત બંને જણાય દારૂનો નશો કર્યો હોવાનું પણ એન્ટી ડ્રગ્સ ટેસ્ટ મશીનમાં જણાવ્યું. પોલીસને કારમાંથી દારૂની બોટલની સાથે બાઈટીંગ પણ મળી આવ્યું હતું. જેને લઇ પોલીસે બંને જણાને ડીટેઇન કર્યા હતા અને તેની કારને પણ જમા કરી લીધી હતી.
એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પ્રથમ વખત એન્ટી ડ્રગ્સ મશીન દ્વારા ચેકિંગ દારૂ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. જેને લઇ પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી સ્ટીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત આ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં સેવન કરી કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળે કે ડ્રગ્સ લઈને કોઈ વ્યક્તિ બહાર ન નીકળે તેને લઈને પોલીસનો ખાસ ચેકિંગ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સ એનાલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને તપાસવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બ્રિથ એનાલાઈઝર મશીનથી દર વર્ષે ચેકિંગ થતું હતું. પરંતુ આ વર્ષે સ્પેશિયલ ડ્રગ્સ માટેની એનડીપીએસની ટીમ મૂકવામાં આવી છે. ડ્રગ્સ એનાલાઇઝર મશીનથી ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ મશીનથી ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેને પકડી શકાય છે તે ઉપરાંત દારૂ કે અન્ય કોઈ નસીલા પદાર્થનું સેવન કર્યું હોય તો તે પણ ડિટેક્ટ કરી શકાય છે.
પાર્ટી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદમાં મોટા ભાગના રસ્તાઓ પર પોલીસ તૈનાત વર્ષ 2022નો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર ના રોજ રાત્રે લોકો નવા વર્ષને કરવા માટે અમદાવાદના એસજી હાઇવેના સિંધુભવન રોડ અને સીજી રોડ પર ઉમટી પડે છે. નવા વર્ષની ઉજવણી કેટલાક લોકો દારૂ પી અને ડ્રગ્સ નું સેવન કરીને પણ કરતા હોય છે. ખાસ કરીને ડ્રગ્સ નું પણ અનેક લોકો સેવન કરી અને ફરતા હોય છે ત્યારે આજે 31મી ડિસેમ્બરની રાત્રે ડ્રગ્સ લેનારા લોકોને પકડવા માટે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ ટેસ્ટની કીટ મારફતે શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવશે અને જો વ્યક્તિએ ડ્રગ્સ લીધું હશે તો 10 જ મિનિટમાં ખબર પડી જશે કે આ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે. ગુજરાતમાં પહેલીવાર આ રીતે ડ્રગ્સ લેનારા લોકો ને પકડવા માટે થઈ અને કીટ નો ઉપયોગ કરવામાં આવશે.
એન્ટી ડ્રગ્સ કીટનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં નંબર વગરની કાર ડિટેઈન કરાઈ પોલીસ આવતા જતા તમામનું ચુસ્તપણે ચેકિંગ કરી રહી છે ત્યારે નંબર વગરની કાર હોય કે ટુ-વ્હીલર હોય તેને પણ ઉભા રાખીને તપાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વાઇઝેશન પાસેથી પસાર થઈ રહેલી નંબર વગરની ફોરવીલ કાર ને પોલીસ દ્વારા અટકાવવામાં આવી તેની તપાસ કરવામાં આવી હતી. તો જાણવા મળ્યું હતું કે દોઢ લાખ કિલોમીટર ચાલી ગયું હોવાથી છતાં કારમાં નંબર ન હતો. જેને લઇ પોલીસને તેમાં શંકા જતા પોલીસે તાત્કાલિક તેને ડીટેલ કરી લીધી હતી. કારની સાથે પોલીસે કર ચાલકની પણ અટકાયત કરી છે.
ગાંધીનગર: બેરોજગાર ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પ લાઇન અને તાલીમ વર્ગ ઉપયોગી બની રહેશે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનનો નંબર 6357390390 છે. આ હેલ્પલાઇન નંબર પર ગાંધીનગર જિલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારો, શાળા-કોલેજના વિઘાર્થીઓને હેલ્પલાઇનના માધ્યમથી રોજગાર ભરતીમેળા દ્વારા રોજગારને લગતી, સ્વરોજગાર માટે વ્યવસાય માર્ગદર્શન, સંરક્ષણ ભરતી માર્ગદર્શન તથા અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
યુવાનોને ઘરે બેઠા સરળતાથી મળશે માર્ગદર્શન
આ હેલ્પલાઇનના માધ્યમથી જિલ્લાનો કોઇપણ યુવા ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે હેતું છે. જિલ્લાના તમામ વાલીઓ પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થવા હેલ્પલાઇનનો લાભ લઇ શકે છે. આ સિવાય બી.એસ.એફ હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગ શરુ થનાર છે. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી સમયમાં બી એસ.એફ ગાંધીનગર ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં મળશે તાલીમ
ઉલ્લેખનીય છે કે, આ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મમાં અરજીઓ કરવાની રહેશે. ઉમેદવારોએ 30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં રહીને તાલીમ લેવાની રહેશે. આ તાલીમમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટે નિશુલ્ક તૈયાર કરાવવામાં આવશે. ઉમેદવારની હાજરી મુજબ પ્રતિદિન લેખે 100 રૂપિયા સ્ટાઈપેંડ મળવા પાત્ર રહેશે. આ સાથે ઉમેદવારોને શારીકિ તાલીમ પણ આપવામાં આવશે. જેમાં ઉમેદવારને પ્રતિદિન લેખે 100 રૂપિયા પણ આપવામાં આવશે.
વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગારી કચેરી દ્વારા તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ જ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ ફોર્મ મેળવી અરજી જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રૂબરૂ જિલ્લા રોજગાર કચેરી ખાતે આવવાનું રહેશે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
રાણાવાવ મામલતદાર દ્રારા વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ વપરાશ માટેના ગેસના બાટલાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાણાવાવ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7ને ધ્યાને લેતા ઘરગથ્થુ ઉપયોગ માટે ઘરગથ્થુ વપરાશ અંગેનો ગેસનો બાટલો વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા ઘરગથ્થુ વપરાશ અંગેના બાટલા હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો, ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ માટે ગેસનો બાટલો વાપરી શકાશે નહી.
ભંગ કરનારને નાણાકીય દંડ તથા કેદની સજા જેથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો તથા ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ સાથ સંકળાયેલા તમામને રાંધણગેસ સિલિન્ડર ઘરગથ્થુ સિવાયના વ્યાપારિક હેતુ માટેના ગેસના બાટલાનો ઉપયોગ કરવાનો રહેશે. અન્યથા આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7 અન્વયે નાણાકીય દંડ તથા કેદની સજા થશે. તેમ મામલતદાર રાણાવાવની યાદીમાં જણાવાયું છે.
ગાંધીનગર: પતંગ વિતરણનો ધંધો કરવા માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાધીનગરના સેકટર- ૨૨, સેકટર-૧૧ અને સેકટર- ૬ માટે ખુલ્લા પ્લોટ નક્કી કરાયા છે. જયાં ધંધો કરવા વેપારીઓએ હંગામી મંજૂરી લેવાની રહેશે. 2023માં ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને ગાંઘીનગર શહેરી વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા માટેનું ફોર્મ કામકાજના ચાલુ દિવસોએ રજીસ્ટ્રરી શાખા, કલેકટર કચેરી, ગાંઘીનગરમાં કચેરી સમય દરમ્યાન રજૂ કરવાનુ રહેશે.
પતંગના વેપાર માટે લેવી પડશે હંગામી મંજૂરી
આ ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને પાંચમી જાન્યુઆરીના સાંજે પાંચ કલાક સુઘીમાં જમા કરાવવાનું રેહશે. કોઇપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ. ગાંઘીનગર શહેરી વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી પરવાની અરજી ઉપર રૂા. ૩ની કાર્ટ ફ્રી સ્ટેમ્પ લગાડવાની રહેશે. જરૂરી ફી જનસેવા કેન્દ્રમાંથી મંજુર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા
પ્લોટ ફળવાશે તેમાં જ ઘંઘો કરવાનો રહેશે
અરજીમાં પસંદગીના સેકટરની વિગત અવશ્ય લખવાની રહેશે. જે પ્લોટ ફળવાશે તેમાં જ ઘંઘો કરવાનો રહેશે. જેથી પ્લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ. પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફાયર સેફટી સાઘનોની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે. મંજૂરીની શરતો પ્રમાણે આગ-અકસ્માત માટેની સાવચેતી પગલા માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઇ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટેની અરજી કરનારે વિમો પણ લેવાનો રહેશે.
આ સાથે જ અરજદારે ઘંઘો જાતે જ કરવાનો રહેશે અન્ય વ્યક્તિને ઘંઘો કરવા અઘિકૃત કરી શકાશે નહિં કે અન્યને વાપરવા પણ આપી શકશે નહિ. અરજદાર એ કોઇ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સંબંઘિત ફાયર ઓફિસરનો અભિપ્રાય પણ અરજીપત્રક સાથે રજુ કરવાનો રહેશે. નાવેલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોઇ દરેક હંગામી પતંગ વિતરણ લાયન્સ ઘારકોએ માસ્ક પહેરુવું ફરજિયાત છે. આ સાથે સાથે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ નિયમોનું ચૂસ્તુ પાલન કરવાનું રહેશે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
આજે 31મી ડીસેમ્બર 2022ના રોજ સાંજે દ્વારકાના સનસેટ પોઇન્ટ પરથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવોએ અનેરો લ્હાવો છે. દ્વારકામાં આવેલ સનસેટ પોઇન્ટ પરથી ભારત વર્ષેના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહી પડે છે અને તે જોવાનો એક અનેરો લ્હાવો છે.
વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો દરિયા કાંઠે આવેલ આ સનસેટ પોઇન્ટને રેખાંશ અક્ષાશ અંશનું ધ્યાન રાખી બનાવવામાં આવેલ છે. ત્યારે આજે ઇતિહાસકારી 2022ના વર્ષનું અંતિમ કિરણ જોવાનો લ્હાવો લેવા અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગત વર્ષે 2021માં પણ એનો સહેલાણીઓ અહી પહોંચ્યા હતા અને વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો પોતાના ફોનમાં કંડારી સંભારણારૂપે રાખી હતી.
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકેની સત્તા સંભાળ્યા બાદ હવે એક્શન મોડમાં આવી ગયા છે. જુદા જુદા વિભાગમાં ભ્રષ્ટાચાર મુક્ત છબી ધરાવતા અધિકારીઓની નિમણૂક થઈ રહી છે. આ સાથે જ મંત્રીમંડળના તમામ સભ્યોને પણ પ્રજાહિતના કામ ગતિ પકડે તે માટે સૂચના આપવામાં આવી રહી છે. તે જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે જુદી જુદી સરકારી કચેરીઓમાં પણ સરપ્રાઈઝ વિઝીટ પણ કરી રહ્યા છે.
સરપ્રાઈઝ વિઝિટ પોલીસ મેળામાં પણ ખરબડાટ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદ જિલ્લા પોલીસ અધિકારીની કચેરીએ અચાનક વિઝીટ કરી હતી. આ વિઝિટની સાથે જ પોલીસ મેળામાં પણ ખરબડાટ મચી ગઈ હતી. તેવી જ રીતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસા તાલુકામાં આંગણવાડી અને ગ્રામજનો સાથે અચાનક મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્રને ચોંકાવી દીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા તાલુકાના બાપુપુરા ગામની આંગણવાડી અને પંચાયત ઘરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિહાર ગામની પણ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્પષ્ટ માનવું છે કે, હવે જનતાની અપેક્ષા પૂર્ણ કરવાનો સરકારનો નિર્ધાર છે. તે માટે સરકારી વહીવટી તંત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં તેની તપાસ કરવી એ ખૂબ જરૂરી છે. તેના જ પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જુદી જુદી સરકારી કચેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પણ સાથે જોવા મળ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી હવે એકદમ એક્શન મોડમાં આવી ગયા છે. આ સાથે સાથે તેઓ અત્યારે સરપ્રાઈઝ મુલાકાત કરી રહ્યા છે.
આંગણવાડી અને પંચાયત ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને નિયમિત કામ થાય તે માટેની સૂચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જે રીતે મુખ્યમંત્રી હવે જુદા જુદા વિભાગમાં ઓચિંતી મુલાકાતે પહોંચી જાય છે. તેને લઈને સરકારી વહીવટી તંત્રમાં પણ સાધુ થઈ ગયું છે. મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સરકારી કચેરીના અધિકારીઓ પર સર્તક થઈ ગયા છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
મહેસાણા શહેર માં મોઢેરા રોડ પર આવેલી ફરસાણની દુકાનમાં કરવામાં આવેલ હત્યા કેસમા કોર્ટ આરોપી વિજય ઠાકોર ને આજીવન કેદની સજા ફટકારી છે મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. મહેસાણા મોઢેરા રોડ પર આવેલ આસ્વાદ ખમણી નામની દુકાનમાં 20 જાન્યુઆરી 2019ના સમય ગાળા દરમિયાન દુકાનમાં કામ કરતો વડોશન ગામનો ઠાકોર મહેશજી અને ઠાકોર વિજય જી ચંદુજી કામરીગ તરીકે કામ કરતા હતા. તેમજ આજ દુકાનમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો રાજુ સુરેશ ચંદ્ર પરચુરણ મજૂરી કામ કરતો હતો.
આ ઘટનામાં આરોપી ઠાકોર વિજય ચંદુજી નામના આરોપીએ રાજુ નામના કારીગરી ના માથામાં ગેસની સિલિન્ડર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો જે કેસમાં પોલીસે તપાસ દરમિયાન ઘટનાના cctv ફૂટેજ કબ્જે કરી જેતે સમય આરોપીને ઝડપી કેસમાં ઉડી તપાસ કરી હતી ત્યારે આ કેસમાં વકીલે 13 સાહેદો તપસ્યા હતા તેમજ લેખિત દસ્તાવેજ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા આજે સરકારી વકીલ પરેશ દવેની ધારદાર દલીલો આધારે મહેસાણા સેસન્સ કોર્ટે આરોપી ઠાકોર વિજય ને આજીવન કેદની સજા ફટકારી હતી.
ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરીથી દીપડો દેખાયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કની આસપાસ ગઈ કાલે મોડી રાત્રે પસાર થતાં પોલીસ જવાન દ્વારા પોલીસ વિભાગને આ જાણ કરતા ગાંધીનગરમાં દીપડો પ્રવેશ્યા હોવાના સમાચાર પૂરજોસમાં પાટનગરમાં ફેલાઈ ગયા હતા. આ મામલે વન વિભાગને જાણ થતા ની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઇન્દ્રોડા પાર્ક અને તેની પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે તપાસ હાથ ધરી હતી.
દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી
ઇન્દ્રોડા પાર્ક અને સંસ્કૃતિ કુંજની પાછળની તરફે નદીની કોતર છે અને નદીનો વિસ્તાર છે. ચાર વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારે આ તમામ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડિવિઝનના ડીએફઓ સહિતના અધિકારીઓએ દીપડાના ફૂટ માર્ક્સ શોધવાની તજવીજ હાથ ધરી છે. વન વિભાગના ડીએફો ચંદ્રેશભાઇના જણાવ્યા પ્રમાણે પોલીસ જવાનને દીપડો નજર હબિયાના મેસેજ સામે આવતા વન વિભાગ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યુ
ઇન્દ્રોડા અને સંસ્કૃતિ કુંજની આસપાસના વિસ્તારમાં જંગલ અને કોતર જેવો વિસ્તાર છે. પાછળની તરફ નદીનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં દીપડો આવી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ દીપડાના ફૂટપ્રિન્ટના કોઈ પુરાવા પ્રાપ્ત થતા નથી. વન વિભાગ પણ આસપાસના 14થી 15 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ કરી રહેલું છે. આ સાથે વન વિભાગ દ્વારા દીપડાને શોધવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
નાગરિકોને પણ અપીલ પણ કરવામાં આવી છે કે, દીપડો આવ્યા હોવાના સમાચારથી વૈભવીત થવાની જરૂર નથી. પરંતુ જો કોઈ વિસ્તારની અંદર દીપડાનું દેખાયાના પુરાવા મળે તો તાત્કાલિક ધોરણે વન વિભાગનો સંપર્ક કરવામાં આવે જેથી કરી વન વિભાગ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી દીપડાને માનવ વસ્તીથી દૂર લઈ જવા માટે પાંજરે કરવામાં આવે. હાલ વન વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Anandana Malataj’s Central Bank Manager And Pattawala Scam Of Rs 1.61 Crore, 1 Month Ago Probe Into Embezzlement Of Rs 50 Lakh Reveals Huge Amount
આણંદ25 મિનિટ પહેલા
કૉપી લિંક
સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટાવાળાએ મિલિભગત કરી રૂ.1.61નું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક મહિના પહેલા રૂ.50 લાખની એફડી ઉપાડી લેવાના મુદ્દે થયેલા હોબાળા બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ખાતેદારોની જાણ બહાર જ તેમના નામે લોન લેવાઇ છે અને એફડીઓ પણ તોડી નાંખવામાં આવી હોવાનું ખુલ્યું છે.
સોજિત્રા તાલુકાના મલાતજ ગામે રહેતા સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીના ખાતામાંથી રૂ.50 લાખની એફડીની ઉચાપત કેસમાં 16મી નવેમ્બર,22ના રોજ શાખાના મેનેજર પ્રવિણકુમાર ઠક્કર (રહે.સહજાનંદ સ્ટેટસ, કરમસદ) અને પટ્ટાવાળા ભરત સવા રબારી (રહે.મલાતજ) સામે ગુનો નોંધાયા બાદ બેંકના બીજા ખાતેદારોના ખાતામાંથી કોઇ નાણાકીય ઉચાપત થઇ છે કે કેમ ? જે બાબતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મલાતજ શાખાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજર પ્રવિણ ઠક્કર અને પટ્ટાવાળા ભરત રબારીની મિલિભગત થકી વધુ રૂ.1.61 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આ પ્રવિણ અને ભરતે ચેકબુક પર ખોટી સહિઓ કરી ખાતેદારોની એફડી ઉપર ડિમાન્ડ લોન લઇ રૂ.56.28 લાખ, ખાતેદારોના એફડીના ખોટા પ્રમાણપત્રો બનાવીને સાચા હોવાનું જણાવી ખાતેદારોના રૂ.62.35 લાખ ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત બચત ખાતાના રૂ.42.32 લાખ, ઇલેક્ટ્રીક બિલના રૂ.20,907, પ્રોફેશનલ ટેક્સના રૂ.3200 મળી કુલ રૂ.1,61,20,022 ઘર ભેગા કરી દીધાં હતાં. આ બન્નેએ ડિમાન્ડ લોન, એફડી બચત ખાતાના રૂપિયા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે સોજિત્રા પોલીસે આશિષ લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવની ફરિયાદ આધારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મલાતજ શાખાના મેનેજર પ્રવિણ છબીલદાસ ઠક્કર અને પટ્ટાવાળા ભરત સવા રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સી.જી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી કોઈ ખાસ કારણો સિવાય વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ!
જાહેરનામા પ્રમાણે સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઇ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઇ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા
પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે આજે સાંજે કલાક ૨૦.૦૦ વાગ્યાથી તારીખ 01/01/2023ના રાત્રિના 03:00 વાગ્યા સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ
આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે કાર્યવાહી
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. શહેરના આ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવા પર અને ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે 1987 ના દુષ્કાળમાં પ્રમુખસ્વામીએ મૂક-અબોલ પશુ-પંખીઓની ચિંતા કરી તેમને ખાવા માટે ચીકુ અને પીવા માટે પાણીના કુંડાની વ્યવસ્થા કેવી રીતે કરાવી તેનો એક પ્રસંગ રજૂ કર્યો છે.
ભગવાને રચેલી આ સૃષ્ટિમાં વિચારો અને લાગણીઓ સંવેદનાઓની જુગલબંધી એકમાત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો એ બુદ્ધિની નિપજ છે. જ્યારે સંવેદના એ હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય છે. પણ તે ક્ષણિક હોય છે. જ્યારે અન્ય માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના સંવેદનાથી સદ્ભાવ ઊભો થાય છે. જે અન્યના હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે.
બુદ્ધિ સુખ સુવિધાનો અને હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજે છે
બુદ્ધિ બહુધા અંગત સુખ સુવિધાનો જ વિચાર કરે છે. જ્યારે હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું કોઈ હેન્ડસમ વ્યક્તિ નથી. પણ જેને મદદની જરૂર હોય એવા કોઈકને હું મારો હાથ આપી શકું છું.
અન્યના હિતનું સાતત્ય એ હકિકતે તો સંતત્વનો જ પરિચય છે. પરોપકાર એ સંત હૃદયનો સહજ ધબકાર છે. અને તેમાંય કોઈપણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે परहित सरिस धर्म नहीं भाई. એટલે કે અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.
ભારતીય સંત પરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા ત્યારે એકવાર કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. તેઓનું હૃદય ભાવાર્દ્ર થઈ ગયું.
તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું કે મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.
તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે બેટા, આ પૈસા ક્યાંથી લાવ્યો? ગુરુ નાનકે કહ્યું કે પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.તે સાધુએ કહ્યું કે તો પછી વેપાર માટે જ વાપરને અમને કેમ આપે છે? ત્યારે ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા કરતાં વધુ સારો વેપાર કયો?
મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ ગુજરાતના દુષ્કાળનું રેખાચિત્ર હતું
આપણી મહાન સંત પરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં પરંતુ મૂક-અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. ઈ.સ. 1987 ના વર્ષમાં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું.
પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી મદદ શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું.
સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી. જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે. દુષ્કાળના એ દિવસો દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તીર્થધામ સારંગપુર (જી. બોટાદ) ખાતે રોકાયા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ રોજ સાંજે મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા.
એકવાર તેઓએ ભ્રમણ દરમ્યાન અચાનક ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવ્યા. દેખરેખ અંગેની કોઈ ભૂલ માટે અથવા કોઈ વિશેષ સૂચનનું અનુમાન કરીને તે જવાબદાર સંત હાથ જોડીને હાજર થયા.
પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે આ વર્ષે ચીકુ ખૂબ આવ્યા છે. આ ચીકુનું શું કરો છો?
વાડી સંભાળનાર સંતે કહ્યું કે ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતા રાખીને બીજા બજારમાં મોકલી આપીશું.કોઈકનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ
દુષ્કાળની એ ભીંસણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું કે સાંભળો. બધા ચીકુ ઊતારી લેવાના નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય. તેથી બિચારા પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ અનામત રાખવા. ઉતારવા નહીં અને પાણી ભરેલા કુંડા પણ રાખવા. જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.
કોઈ ચિંતકે કહ્યું છે કે કોઈકના ભાણાનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ.
ઉપનિષદ્ કહે છે કે तेन त्यक्तेन भुञ्जिथाः। એટલે કે અન્ય માટે ત્યાગ કરીને ભોગવો.
આપણા શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેઓની જીવનશૈલી છે. આવો પ્રમુખસ્વામીના પગલે લોકહિતની આવી ભાવના અને સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે જાણીતું છે. જેમાં અવારનવાર કલાના પ્રદર્શનો આયોજિત થતા હોય છે. ખાસ કરીને અનુભવી કલાકારોના આર્ટવર્ક પ્રદર્શિત થતા હોય છે, પરંતુ આ વખતે નાના બાળકોએ કરેલા આર્ટવર્કનું પ્રદર્શન યોજાયું છે..
11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વડોદરા શહેરના કિર્તિ મંદિર પરિસરમાં આવેલા આકૃતિ આર્ટ ગેલેરીમાં શ્રીજી આર્ટસના પ્રજેશ શાહ અને એમના વિદ્યાર્થીઓનું પેન્ટિંગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.
જે શહેરીજનો 2જી તારીખ સુધી નિહાળી શકશે. આ પ્રદર્શનમાં કુલ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 100 થી વધુ પેઇન્ટિંગ પ્રદર્શનાર્થે મુકાયા છે.
તદુપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને કિચન, ગ્લાસ, ફોટો ફ્રેમ, બોટલ વગેરે પ્રદર્શન મુકાઈ છે.
7 વર્ષથી લઈને 21 વર્ષના છાત્રોએ ચિત્રો બનાવ્યા
આ પ્રદર્શનમાં 7 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. દેવર્ષિ પંડ્યા, હેત શાહ, હેતવી શાહ, હિયા ગુર્જર, જીતિશા દેસાઈ,
ખ્યાતિ ભાંગુડે, નિયતિ માથુર, પ્રતિભા રાજપૂત, શ્રીષ્ટિ જગદીશવાળા, વેદાંશી શાહ, અને મંથન શાહ સહિતના 11 વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
ખાસ વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે, તેઓ ભણતરની સાથે સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લઈને પોતાની આવડતને લોકો સુધી પહોંચાડે. અને આ તમામ બાળકોનું આ પ્રથમ પ્રદર્શન છે જેથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
કેશોદ તાલુકાના એક ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા 55 વર્ષના નરાધમે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવાની ઘટના સામે આવી હતી. પરિવારજનોને આ ઘટનાની જણ થતાં સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નરાધમ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પૂછપરછ હાથ ધરવામાં આવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બળાત્કારી નરાધમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ એલસીબી અને કેશોદ પોલીસે આરોપીને પકડી પાડવા સફળતા મળી હતી. જે બાદ દુષ્કર્મના નરાધમ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદઃ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. તેને આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત કયા પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની પણ માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સ કીટ પણ આવી જતા 31 ફર્સ્ટની રાતે તેનો ભરપૂર ઉપયોગ કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.
10 મિનિટમાં જ ખબર પડી જશે
અમદાવાદ એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કીટ વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાં ખરા વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાને આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર 10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવે છે. આ કીટની જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે. જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય છે. આ કિટ હાલ ચારેય શહેરોને આપવામાં આવી છે.’આ પણ વાંચોઃ મહિલા સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા
શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે
એસીપી બી.સી. સોલંકીએ આ મામલે માહિતી આપતા કહ્યુ હતુ કે, ‘અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા લોકો પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રૂટ પર પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીવાર આ કીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટથી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જોવા મળશે તો સૌપ્રથમ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લેવામાં આવ્યો અને ક્યાંથી લેવામાં આવ્યો છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે.’
30 હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું
વર્ષ 2022માં ગુજરાત પોલીસે ડ્રગ્સના 471 કેસ કરી 720 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 30 હજાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ વર્ષમાં સંલગ્ન કેસ કરી પેડલરોની કમર તોડી નાંખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટિફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી ગયા બાદ ડ્રગ્સની બદી નાબૂદ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.
ડ્રગ્સનો નશો કરનાર લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે. પાંચ મિનિટ માટે મોઢામાં નોઝલ રાખવામાં આવે છે. મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે. સેમ્પલ લીધા બાદ તે નોઝલને મશીનમાં મૂકવામાં આવે છે. મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનિટનો સમય લાગે છે. પાંચ મિનિટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે. ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનો રિપોર્ટ આવે છે. આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે. ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે. ત્યારબાદ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર તપાસ કરવામાં આવે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર કરાયું છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોદે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.
રોગને અટકાવવા શું કરવું જોઈએ
ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.
તમારા શહેરમાંથી (અમરેલી)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
પાટણ શહેરની વી એમ દવે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરીને નવા વર્ષ 2023નાં સ્વાગતની ઉજવણી કરવામાં આવી.
નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હિન્દુ સંસ્કૃતિમાં તુલસીનો પૂજન પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે વર્ષના અંતિમ દિવસે કંકુ પૂજન કરી ગાયત્રી મંત્ર બોલી પુષ્પોથી વધાવીને તુલસી પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો શાળામાં આજે ફેન્સી ડ્રેસ જેવા કે પોલીસ સૈનિક, ડૉક્ટર, શિક્ષક, વકીલ જેવા વિવિધ પ્રકારના પોશાકો પહેરીને આવ્યા હતા. નાના-નાના બાળકોએ બાળગીતો પણ ગાયાં હતાં. ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફગણે હાજરી આપી હતી. મમતાબેન ખમારે અને જયેશ વ્યાસે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને બિરદાવી નવા વર્ષમાં ઉમદા રીતે શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં હતાં.
Pope Benedict Passed Away: ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટનું દેહાવસાન થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે શનિવાર, 31 ડિસેમ્બરના રોજ વેટિકન સિટીમાં તેઓ મૃત્યુ પામ્યા છે. તેમની ઉંમર 95 વર્ષની હતી. તેમણે 2005 થી 2013 સુધી એપોસ્ટોલિક સીનું આયોજન કર્યું હતું.
શરીરને નહીં પરંતુ આત્માને રંગ આપવાનો દીક્ષાનો અવસર છે. સોનાલીબેનના દીક્ષા પ્રસંગે સાવરકુંડલામાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભવ્ય વર્ષીદાનનો વરઘોડો શહેરના માર્ગો પર ફર્યો હતો.
જૈન દેરાસરમાં મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. સિદ્ધચક્ર પૂજન અને રાત્રિના વિદાય સમારોહ હતો. એક જ દિવસે એક જ માંડવે 16 દીક્ષાઓમાં ચાર બાલ દીક્ષા,આઠ યુવા દીક્ષાર્થી દીક્ષા ગ્રહણ કરનાર છે.
3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે
તમારા શહેરમાંથી (અમરેલી)
સાવરકુંડલામાં રહેતા રાજુભાઈની પુત્રી સોનાલીબેન ઉંમર વર્ષ 25 ને સંસારના વાસ્તવિક રૂપનો અનુભવ થયો અને ગુરુ ભગવાનની સમયસરની પ્રેરણા મળતા જીવનની સાચી દિશા મળી અને આગામી 3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે.
મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા
આજે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર સોનાલીબેનનો વર્ષીદાન વરઘોડો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા હતા. પ્રભુ મહાવીરના પંથે પગલા માંડનારી શ્રી જ્ઞાન દર્શિતા આજ્ઞા કરી મુમુક્ષ રત્ન સોનાલીબેનના દીક્ષા પ્રસંગે મહોત્સવ સાવરકુંડલામાં યોજાયો હતો.
સોનાલીબેને સંસારમાં સુખ કણનું અને દુઃખ મણનું છે તે જાણી સંસાર છોડવા સહજ બન્યા હતા. સંઘના દરેક ભાઈઓ બહેનોએ આશીર્વાદ આપ્યા હતા.વર્ષીદાનનો વરઘોડો ભવ્ય યોજાયો હતો અને બાદમાં જૈન દેરાસરમાં મહાપૂજા કરવામાં આવી હતી
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
A Young Man From Nakhtrana Passed The Civil Judge Exam Without Any Kind Of Tuition By Studying For Two To Three Hours A Day After Making A Specific Plan.
કચ્છ (ભુજ )9 મિનિટ પહેલા
કૉપી લિંક
સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોંઘાઘાટ ટ્યુશન ક્લાસીસની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સફળ પરિણામ લાવી આપે છે. જેનું જીવંત ઉદાહરણ નખત્રાણાના સારસ્વત બ્રાહ્મણ પરિવારના જિતેનભાઇ સુભાષભાઈ જોશીએ પૂરું પાડ્યું છે. આ યુવાને ઘેર બેઠા અભ્યાસ કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવતી અને ખૂબ જ કઠિન ગણાતી, સિવિલ જજ અને જે.એમ.એફ.સી. (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ )ની મુખ્ય પરીક્ષા તથા મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથમ પ્રયત્ને પાસ કર્યું છે.
બાળપણમાં ફિલ્મ જોઈ ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન જોયું પિતાનો નખત્રાણામાં સાગર સ્ટુડિયો નામથી ફોટોગ્રાફીનો વ્યવસાય છે, તેમાં ફોટો પાડવાનો શોખ યુવાનને વારસામાં જ મળ્યો હતો. અભ્યાસની સાથે-સાથે ફોટો ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ બાળપણમાં ફિલ્મોમાં જોયેલા અદાલતના દૃશ્યોમાં થતી વકીલોની ધારદાર દલીલ અને ન્યાયાધીશ તરફથી આપવામાં આવતા ન્યાયને જોઈ, ભવિષ્યમાં પોતે પણ ન્યાયાધીશ બનીને ન્યાય આપવાનું સ્વપ્ન જોયું હતું.
દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતો હતો મધ્યમ વર્ગીય પરિવાર પિતા સુભાષભાઈ જોશી, માતા હંસાબેન અને ભાઈ સ્વ.પ્રશાંત જોશી તરફથી આ માટે સતત પ્રેરણા પૂરી પાડવામાં આવતી. દસમા ધોરણ સુધી ફોટોગ્રાફીના શોખને વળગી રહ્યા બાદ વર્ષ 2009માં બી.કોમ. પાસ કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા હતા. મોંઘીદાટ ફી આપીને અથવા નામના ધરાવતા ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લીધા વિનાજ જીતેન જોશી દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતા હતા. વર્ષ 2015 થી 2022 સુધી વકાલતની પ્રેક્ટિસ સાથે નિયમિત રીતે ઈન્ટરનેટના માધ્યમથી અને અનુભવી વકીલ મિત્રોના માર્ગદર્શન સાથે ઘરે બેઠા વાંચન કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. જેમાં તલાટી, નાયબ મામલતદારથી લઈ યુપીએસસી જેવી પરીક્ષાઓ પણ આપેલી. પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા ગુજરાત હાઇકોર્ટ તરફથી લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષા પાસ કરવાના નિર્ધાર સાથે યુવાને પોતાના બાળપણના સ્વપનને હકીકતમાં બદલાવા માટે ,ત્રણ તબક્કામાં લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષાની તૈયારી કરી હતી. પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા અને તૈયારીઓ ચાલુ રાખી હતી. અંતે આ વર્ષે સિવિલ જજની મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પ્રથમ પ્રયત્ને જ પસંદગી પામતા, આગામી ટૂંક સમયમાં તેઓ મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી કરતા જોવા મળશે. આ હોદ્દા સુધી પહોંચવા માટે તેમણે તેમને તેમના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો છે. પોતાના પરિવારના સભ્યો સાથે હરવા ફરવાના બદલે એકાંતમાં વાંચન કરતા હતા. પત્ની પુનમબેન અને નાનકડો પુત્ર પ્રણવ જોશી પણ તેમને વાંચન માટે યોગ્ય સવલતો પૂરી પાડતા હતા. સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કોઈ પણ યુવાનને જરૂરી માર્ગદર્શન આપશે તેમ જણાવતા યુવાનોને જણાવ્યું હતું કે, ઘણું બધું અને આખો દિવસ વાંચવાના બદલે ચોક્કસ આયોજન બનાવીને માત્ર બે થી ત્રણ કલાક વાંચીને પણ સફળતા મેળવી શકાય છે. જો નિષ્ફળતા મળે તો હિંમત હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. સફળતા જરૂર મળે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસાની અર્બુદા સ્કૂલમાં આજે બાળકોનો શિક્ષણ સાથે આંતરિક શક્તિઓ વિકસિત થાય તેમજ શિક્ષણ સાથે સામાજિક અને જાહેર જીવનમાં ઉપયોગી પ્રવુતિઓ માટેનો બાળ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના 850 થી વધુ બાળકોએ વિવિધ ખાણી પીણીના અને રમત ગમતના સ્ટોર ઉભા કર્યા હતા.વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ પણ કર્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં આવેલી અર્બુદા વિદ્યાલયમાં ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીના બાળકોમાં રહેલી શક્તિ તેમજ કલાને બહાર નીકળવા માટે એક બાળ મેળાનું આયોજન કરાયું હતું.
જેમાં બાળકોએ પોતાનામાં રહેલી કલાનો સદુપયોગ કરી પાણીપુરી, દાબેલી, પફ,બટાટા ભુગ્લા,સલાડ, ચાટ પૂરી તથા રમતગમતના સ્ટોલ ઊભા કર્યા હતા.
આ બાળમેળામાં 850 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું. આ મેળાનો બાળક શિક્ષણની સાથે આજીવિકા કેમ ચલાવવી તે બાબતે પણ બાળકોનું ઘડતર થાય અને આત્મનિર્ભર બની શકે તેવો હેતુ હતો.