આ પ્રકારનું ખાસ આયોજન વડોદરા શહેરના તરસાલી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર દ્વારા કરવામાં આવતું હોય છે. જે ઉમેદવારો માટે એક સારી તક હોય છે. આ પ્રકારના આયોજનથી આવનારી લેખિત પરીક્ષામાં ઉમેદવારો સરળતાથી લખી શકે એની તાલીમ આપવામાં આવશે. લેખિત પરીક્ષાના વિષય માટે પણ શિક્ષકની અરજી અહીં લેવામાં આવી રહી છે.
તાલીમ સાથે નાસ્તો આપવામાં આવશે
આ તાલીમમાં જોડાનાર ઉમેદવારોને ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષયમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તાલીમ અને વિના મુલ્યે મટીરીયલ આપવામાં આવશે. આ તાલીમમાં ઉમેદવારોને નાસ્તો આપવામાં આવશે. આ એક ખૂબ જ સારી તક છે, જે પણ ઉમેદવારો ઇચ્છુક હોય, તેઓ ખાસ અહીં જોડાઈ શકે છે. આ તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ લશ્કરી ભરતીમાં મેડીકલ પાસ કરીને લેખિત પરીક્ષાનું એડમિટ કાર્ડ મેળવેલુ હોય તેની કોપી સાથે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, વડોદરાનો દિન- 3માં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
વિષય નિષ્ણાતને કલાકના 375 માનદ વેતન
આ તાલીમમાં ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષયની તાલીમ આપવા માંગતા નિષ્ણાત અનુભવી શિક્ષક ,ફેકલ્ટી પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવી છે. જેઓને એક કલાકના રૂપિયા 375 માનદ વેતન ચુકવવામાં આવશે. રસ ધરાવતા ફેકલ્ટીઓએ ઉપરોક્ત સરનામે રૂબરૂ અથવા ઈ-મેઈલ empvad@gmail.com અથવા dee-vad@gujarat.gov.in પર અરજી મોકલી આપવા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણે જણાવ્યું છે.
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Army Bharti, Local 18, Vadodara