Friday, December 23, 2022

મોરબીમાં LCBએ ચોખાની આડમાં પંજાબથી આવતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો | In Morbi, LCB seized foreign liquor from Punjab under the guise of rice

મોરબી3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી જિલ્લા પોલીસ તંત્ર થર્ટી ફસ્ટની ઉજવણીને પગલે દારૂબંધીના કડક કાયદાના અમલ માટે પ્રયત્ન કરી રહ્યું છે. મોરબી એલ.સી.બી ટીમે માળીયા ખાતે ટ્રકમાં ચોખાની આડમાં લઈ જવાતા રૂપિયા 32.13 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં કરી હતી.

આરોપી

આરોપી

બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડ્યો
બનાવની મળતી વિગત મુજબ મોરબી LCB ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક આર.જે.02 જીએ 7202 માળીયામાં અણીયારી ટોલનાકા તરફ આવનાર છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા હકીકત વાળો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાંથી મૂળ રાજસ્થાનના વતની આરોપી ચુનીલાલ દુર્ગારામ પુનીયા અને દેવારામ સઓ હનુમાનરામ માયલા મળી આવ્યા હતા. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોખાની આડમાં ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 20,400 બોટલ મળી આવી હતી.

આરોપી

આરોપી

પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી
જેને પગલે પોલીસે બંનેની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ વટાણા વેરી નાખ્યા હતા અને કબૂલાત આપી હતી કે, ટ્રકમાં પંજાબથી ચોખાની આડમાં મુન્દ્રા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. પોલીસ તપાસમાં રાજસ્થાનમાં જ રહેતા અન્ય એક આરોપી વિકાસ ઉર્ફે વિક્રમસિંગનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા 32.13 લાખની કુલ 20,400 બોટલ, રૂપિયા 10 લાખનો ટ્રક, રૂપિયા 1,51,200ની 5600 કિલોની ચોખા ભરેલ 224 નંગ બોરીઓ, રૂપિયા 10,000ના બે મોબાઈલ, રોકડા રૂપીયા 20,000 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 43,94,200ને કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…