કહેવાય છે કે યુવાવર્ગ એ દેશનું ભવિષ્ય છે અને તેથી જ આજે આ યુવાવર્ગ પરંપરાઓની સાથે-સાથે પોતાની સામાજિક જવાબદારી સમજી સમાજને એક નવી રાહ ચીંધી રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાળા ગીર વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક રાદડિયાએ પોતાની કંકોત્રી પણ આવા જ એક સમાજના અને લોકોને ઉપયોગી થાય તે રીતે બનાવી છે. તેમણે સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી કંકોત્રી તૈયાર કરી છે.
લગ્નએ જિંદગીનો એક એવો પ્રસંગ છે જે લોકો માટે યાદગાર ક્ષણ છે. પરંતુ કાર્તિકભાઈ એ પોતાની કંકોત્રીને યાદગાર બનાવવા એક અલગ રીતે ડિજિટલ કંકોત્રી બનાવી છે. આ અંગે કાર્તિક રાદડિયાએ કહ્યું કે, “મારે મારી કંકોત્રીમાં સમાજને ઉપયોગી થાય તેવું કઈ કરવું હતું. તેથી મેં આ યોજનાઓ વિશે લખ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સહિત બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓ અમલમાં છે. પરંતુ નાના-નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ ઘણા કારણોસર પહોંચી શકતી નથી.
આ પણ વાંચો: ડુંગળીના પાકમાં જીવાતનો ઉપદ્રવ; નિષ્ણાતોએ આપી આ સલાહ
મારા ઘરમાં પણ માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમને પડેલી તકલીફોથી હું વાકેફ છું. અને એટલે જ એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચુકી છે. જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ. મારી કંકોત્રીમાં સરકારની 12 યોજનાઓનો સમાવેશ કર્યો છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat news, Wedding card, ગુજરાત, સુરત