- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Umreth’s Shili Village Principal Made 130 Calls To The Teacher In 30 Days, The Teacher’s Husband Made The Revelation Among The Villagers And The Matter Flared Up.
આણંદ31 મિનિટ પહેલા
આણંદના ઉમરેઠ તાલુકાના શીલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમપ્રકરણની શંકાએ ભારે હોબાળો થયો છે. શિક્ષિકા તેના સાત વર્ષિય પુત્રને મુકી ઘર છોડી જતી રહી હતી. આ અંગે ગામમાં શિક્ષિકાના પતિએ વાત કરતાં વાલીઓ પણ રોષે ભરાયાં હતાં. આથી, રોષે ભરાયેલા વાલીઓ સોમવારના રોજ શાળાએ પહોંચી ઘેરાવો કર્યો હતો અને હોબાળો મચાવી “આચાર્ય શાળા છોડો”ના બેનરો સાથે તાળાબંધી કરી હતી. તેમજ આચાર્ય વિરૂધ્ધ ઉગ્ર નારા લગાવ્યાં હતાં.

પ્રેમપ્રકરણ ગામમાં ચર્ચાના ચગડોળે ચડ્યું
ઉમરેઠની શીલી ગામમાં શિક્ષણ જગતને કલંક રૂપ ઘટના બની છે. છેલ્લા કેટલાક સમયથી આચાર્ય અને શિક્ષિકા વચ્ચેનું પ્રેમપ્રકરણની શંકાએ જોર પકડ્યુ હતું. આ આચાર્યએ છેલ્લા એક મહિનામાં શિક્ષિકાને 130 ફોન કોલ કર્યાં હોવાનો પણ શિક્ષિકાના પતિએ આક્ષેપ કર્યો છે. ત્યારે શિક્ષિકાના પતિ સાથે ગ્રામજનોએ શાળાને તાળા બંધી કરી હતી. આચાર્યને જ્યાં સુધી સ્કૂલમાંથી બરતરફ તરફ નહીં કરાઈ ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ તેવો વાલીઓએ હુકાર કર્યો છે.

સાત વર્ષના પુત્રને મૂકી ઘર છોડી નીકળી ગઈઃ શિક્ષિકાનો પતિ
આ અંગે શિક્ષિકાના પતિએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મારા પત્ની શિક્ષિકા 7મી ડિસેમ્બરથી સાત વર્ષના પુત્રને મૂકી ઘર છોડી નીકળી ગઈ છે. છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. મને કેટલાક સમયથી શંકા ગઇ હતી. આથી, 30 દિવસના કોલ રેકર્ડ મેળવ્યાં હતાં. જેમાં 130 કોલ આચાર્યએ મારી પત્નીને કર્યાં છે. આડા અવળા સમયે ફોન કોલ્સ કર્યાં છે. આથી, ઘરમાં ઝઘડો પણ થયો હતો. આચાર્યને ઘરે બોલાવી ઠપકો આપતા તેણે માફી પણ માંગી હતી. આવા આચાર્યને રખાય નહીં. તેનાથી વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી શકે છે. આથી, આવા આચાર્યને અહીં રખાય નહીં. આ આચાર્યને તાત્કાલિક હાંકી કાઢવા રજૂઆત કરી છે.

આચાર્ય રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાથી તેમને છાવરવામાં આવે છે: ગ્રામજનો
શીલી ગામમાં આચાર્યના પ્રેમ પ્રકરણની શંકાને લઇ ગ્રામજનોએ તાળાબંધી કરતા અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગામની શાળામાં આચાર્યએ 1લી ઓગષ્ટ,2002ના રોજ સામાજિક વિજ્ઞાન વિષય પર સંસ્થામાં નોકરી પર આવ્યાં હતા. આ સમયે તેઓ સરપંચ પદ પર અને અન્ય રાજકીય પાક્ષો સાથે સંકળાયેલાં હતાં. તેઓ ઐયાસી નેતા તરીકે પણ જાણીતા હતાં. સંસ્થાની શરૂઆતમાં સમયથી જ આચાર્ય શાળાના સમયે અનિયમિત હતાં. ફરજના સમયે તેઓ મોબાઇલ અને સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરતાં હતાં.

શિક્ષણ કાર્ય અનિયમિત રહેતા વારંવાર રજૂઆત પણ કરી હતી. જેથી કેળવણી મંડળ તરફથી તેને નોટિસ પણ આપવામાં આવી છે. તેમને હંગામી ધોરણે આચાર્ય તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેમાં પણ તેણે રાજકીય જોર કરી અન્ય એકને ઉતારી દીધાં હતાં. તેઓ શૈક્ષણિક સ્ટાફ સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતાં. છેલ્લા છ વર્ષથી ફરજ બજાવતા શાળાના શિક્ષિકા એક મહિનાથી ઘરે સમયસર પહોંચતા નહતાં. તેમના પતિને શંકા જતાં કોલ ડિટેઇલની તપાસ કરતાં છેલ્લા 30 દિવસમાં 130 કોલ આવેલા છે. આ અંગે શીલી ગામના સદગુરૂ મંદિરના ગાદિપતિ શરદરાય મહારાજને વાત કરી હતી. બાદમાં આ અંગે ગ્રામજનોને પણ વાત કરતા હોબાળો મચ્યો હતો. આથી, આચર્યને સંસ્થામાંથી કાયમી ધોરણે બરતરફ કરવા માંગણી કરી હતી.
