અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ઓમવીર ઠાકુર 14મી જાન્યુઆરીએ સાંજના સમયે મેઘાણીનગરથી પેસેન્જર બેસાડીને શાહીબાગ સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 2 પાસે આવ્યાં હતાં. જ્યાં પેસેન્જરને ઉતાર્યા હતાં. જ્યાંથી હાટકેશ્વર સર્કલ જવાનું કહીને એક યુવક યુવતી તેમની રીક્ષામાં બેઠા હતાં. જેનું 120 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.
શાહીબાગ સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 5 પાસે પહોચતાં જ રીક્ષામાં બેઠેલા યુવકે હનુમાનજીના મંદિર પાસે રીક્ષા ઉભી રખાવીને રિક્ષા ચાલકને 100 રૂપિયા આપ્યાં હતાં. રોડની સામેની બાજુમાં આવેલી કાફેમાંથી પરોઢા લઇ આવવા માટે કહ્યું હતું. જેથી રીક્ષા ચાલક ચાવી રીક્ષામાં જ રાખીને પરોઢા લેવા માટે રોડની સામેની બાજુમાં આવેલી કાફેમાં ગયો હતો.
આ પણ વાંચો: અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું
જોકે, થોડી વાર બાદ તે પરત આવતા જ રિક્ષા જોવા મળી ના હતી. તેણે આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરતાં ક્યાંયથી રિક્ષા મળી આવી ન હતી. જે અંગેની જાણ રિક્ષા ચાલકે પોલીસને કરતાં શાહીબાગ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
જોકે, નવાઈની વાત તો એ છે કે, રીક્ષા ચોરી માટે યુવક યુવતીએ ગજબનો કિમીયો અપનાવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત