Saturday, March 11, 2023

મહેસાણા-અમદાવાદ હાઇવે પર રોંગ સાઈડમાં આવી રહેલી ગાડીએ અન્ય ગાડીને ટક્કર મારી, પરિવારનો આબાદ બચાવ | On Mehsana-Ahmedabad highway, a car coming on the wrong side collides with another car, the family is saved. | Times Of Ahmedabad

મહેસાણા27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા-અમદાવાદ હાઇવે પર નિરમા ફેકટરી પાસે આજે બપોરે બે ગાડીઓ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં i10 ગાડીમાં સવાર પરિવાર છોટાઉદેપુર જતો હતો, એ દરમિયાન નિરમા કંપની સામે રોગ સાઈડમાં આવી રહેલી ગાડીએ ટક્કર મારતા અકસ્માત થયો હતો. જોકે, આઇ10 ગાડીમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.

પાટણ પોતાના વતનથી નરેશભાઈ પોતાની GJ18AM0694 ગાડી લઇ પોતાની પત્ની અને બે બાળકો સાથે છોટા ઉદેપુર જવા નીકળ્યા હતા. જ્યાં મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલી નિરમા ફેકટરી નજીક સામેથી આવી રહેલી GJ18BV0431ના ચાલકે ગાડીને રોગ સાઈડમાં આવી સામેથી ટક્કર મારી હતી અકસ્માતમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. જોકે, ફરિયાદીની ગાડીને બોનેટ તેમજ એન્જીનના ભાગ નુકસાન થયું હતું. ઘટનાના પગલે ફરિયાદીએ લાઘણજ પોલીસ મથકમાં ટક્કર મારનાર ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: