મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

વાંકાનેર શહેરમાં ઘર પાસે ઊભેલા યુવાન સાથે પિતા-પુત્રએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. પાઈપ વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સાથે ગાળાગાળી પણ કરી અને યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આરોપીને દીકરો લોખંડની પાઈપ લઈ મારવા આવ્યો
વાંકાનેરના જીનપરાના રહેવાસી ચિરાગ હેરમાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 11 માર્ચે તેઓ બહાર પ્રસંગમાં જમવા ગયા હતા. રાત્રીના સાડા દસ વાગ્યે સ્કૂટી લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે શેરીમાં ઘર પાસે પહોંચ્યો ત્યારે પાડોશમાં રહેતા ભરતસિંહ ઝાલા આવ્યા હતા. તેઓ ચિરાગ સામે જોઈને ‘તને કોની હવા છે’ કહીને મારવા લાગ્યા હતા. તેઓ ગાળો બોલવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા. તેઓ વધુ જોરથી ગાળો બોલવા લાગ્યા હતા. ઘરના સભ્યો બહાર આવી ગયા અને તેમને છુટા પડાવ્યા હતા. ત્યારે ભરતસિંહ દોડી ઘરમાં જઈને ધોકો લઈને આવ્યા અને ચિરાગને મારવા લાગ્યા હતા. ભરતસિંહનો દીકરો અક્ષય ઝાલા પણ લોખંડની પાઈપ લઈને મારવા આવ્યો હતો. પાઈપથી હાથના ભાગે ચિરાગને ઈજા થઈ હતી.
પરિવારના સભ્યો છોડાવા ગયા ને ઈજાગ્રસ્ત થયા
ચિરાગને છોડાવવા જતા તેના પિતા રમેશ હેરમાને ઈજા થઈ હતી. તેમજ ફરિયાદીના માતાને પણ ઈજા થઈ હતી. પત્નીને પણ ઈજા થઈ હતી. તેમજ બંને બાપ દીકરો ઘરમાં ડેલીમાં આવીને મારવા દોડ્યા હતા. બીકને કારણે ફરિયાદી ઘરમાં જતા રહ્યા હતા. ત્યારે બંને પિતા પુત્રએ ‘તારા પરિવારને જાનથી મારી નાખવું છે’ કહીને ધમકી આપી હતી. વાંકાનેર સિટી પોલીસે આરોપી ભરતસિંહ બાબુભા ઝાલા અને અક્ષયરાજસિંહ ઝાલા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.