અંબાજી37 મિનિટ પહેલા
દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે દાંતા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર અને ઢોળાવ વાળો માર્ગ હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં આવેલા શીતળા માતા મંદિર નજીક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો.

આજે ફરી અંબાજીમાં આવેલા શીતળા માતા મંદિર નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી આવતા ટ્રક અંબાજી નજીક શીતળા માતા ઘાટી નજીક આવતા ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પ્રેશર પાઇપ ફાડતા ટ્રકની બ્રેક ફેલ થતાની સાથે જ ડિવાઇડર પર ચઢી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનબીએ જાનહાની ટળી હતી. ત્યારે ડ્રાઇવરને કમરની ભાગે મામુલી ઇજાઓ પહોંચી હતી. છેલ્લા પાંચ દિવસમાં અંબાજીમાં નાના મોટા પાંચ અકસ્માતો સર્જાયા છે. અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તો અકસ્માતની તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

