100 દેશી ગાયમાં બ્રાઝિલની ગીર ગાયના ભ્રૂણનું પ્રત્યાર્પણ; આ પ્રોજેક્ટ પાછળ 50 કરોડનો ખર્ચ કરાશે | Repatriation of Brazilian Gir cow embryos into 100 indigenous cows; 50 crore will be spent on this project | Times Of Ahmedabad

અમરેલી29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભ્રુણ પ્રત્યારોપણનો દેશનો સૌથી પ્રથમ પ્રોજેક્ટ અમર ડેરી દ્વારા અમરેલીમાં
  • હવે દેશમાં આઇવીએફની મદદથી ગીર ગાયની સુધારેલી નસલ વિકસાવાશે
  • રોજનું 60 થી 70 લિટર દુધ આપશે

એક સમયે ભાવનગરના રજવાડાએ બ્રાઝિલને ગીર ગાય ભેટમા આપી હતી. દેશમા ગીર ગાયની નસલ જાણે નામશેષ થઇ ગઇ અને બ્રાઝિલે તેમાથી સુધારેલી નસલ વિકસાવી શ્વેતક્રાંતિ સર્જી. હવે બ્રાઝિલથી આવેલી ગીર ગાયોના ભ્રુણ પ્રત્યાર્પણ કરી અહી ગીર ગાયનુ સંવર્ધન કરવામા આવશે. જેનો દેશનો પ્રથમ પ્રોજેકટ અમરેલીમા કાર્યરત થઇ ગયો છે. અમરેલી પંથકમા છેલ્લા અઢી માસ દરમિયાન 100 દેશી ગાયમા ગીર ગાયના ભ્રુણનુ પ્રત્યાર્પણ કરવામા આવ્યું છે. દેશભરમા આ પ્રકારનો સૌપ્રથમ પ્રોજેકટ અમરેલી જિલ્લામા શરૂ કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે અમરેલીને સેન્ટર ફોર એકસેલન્સ ફાળવાયુ છે.

રૂપિયા 50 કરોડના ખર્ચે થનારા આ પ્રોજેકટમા અસલ ગીર ગાયની મદદથી નવી નસલ પેદા કરવામા આવશે. હાલમા અસલ ગીર ગાયના દર મહિને ઇંડા મેળવી ઉચ્ચ નસલના બળદના સીમેન સાથે મેળાપ કરી આધુનિક પધ્ધતિથી એક ડિસમા ભ્રુણ વિકસાવવામા આવે છે. આ ભ્રુણ આઠ દિવસનુ થાય પછી તેનુ કોઇપણ નસલની ગાયમા પ્રત્યાર્પણ કરવામા આવી રહ્યું છે. ગાય દેશી કુળની હોય તો પણ નવી નસલ ગીર ગાયની જ પેદા થશે. કારણ કે આ કામ માત્ર કુખ ભાડે લેવા જેવુ છે.

ગીર ગાયના સંવર્ધન માટે કેન્દ્રિય મંત્રી પુરસોતમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા અને મુકેશભાઇ સંઘાણીએ આ બીડું ઝડપ્યું છે. હાલમા અમરેલી તથા આસપાસના વિસ્તારમા 100 ગાયોમા ભ્રુણનુ પ્રત્યાર્પણ થઇ ચુકયુ છે. જે ગાયોના જન્મ બાદ પ્રતિ દિન 60 થી 70 લીટર દુધ આપશે. અગાઉ નસલ સુધારવામા ત્રણ પેઢીનો સમય લાગતો હતો. પરંતુ આઇવીએફ ટેકનોલોજીથી ખુબ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધશે.

બ્રાઝિલનુ પ્રતિનિધિ મંડળ પ્રોજેકટ માટે અમરેલીમાં
​​​​​​​બ્રાઝિલમા સૌપ્રથમ જેમના ઘરે ગીર ગાય આવી હતી તે પરિવારના પ્લાવિયો, અપલાઉનસે, જોઇસે, શરબીના વિગેરેનુ પ્રતિનિધિ મંડળ અમરેલીની મુલાકાતે છે. બ્રાઝિલમા ક્રાંતિ લાવનાર ગીર ગાયની નસલ ફરી આ વિસ્તારમા વિકસે તે માટે તેઓ પ્રોજેકટમા સામેલ થયા છે.

પાળિયાદ, સાળીંગપુર અને પોરબંદરથી મેળવાય છે ગાયના ઇંડા
​​​​​​​પાળીયાદ અને સાળીંગપુરની જગ્યામા અસલ ગીર ગાયો છે. હાલમા આ બંને સ્થળ ઉપરાંત પોરબંદરથી પણ દર મહિને ગીર ગાયના ઇંડા મેળવી ભ્રુણ વિકસાવાઇ રહ્યાં છે.

આધુનિક ફાર્મા ટ્રેનીંગ સેન્ટર બનશે
​​​​​​​આ પ્રોજેકટ હેઠળ ગાય આધારિત ખેતી, પશુપાલન વિગેરે અંગે ખેડૂતોને તાલીમ અપાશે. અમરેલીમા ટુંક સમયમા બ્રાઝિલ મોડેલ પર ફાર્મા ટ્રેનીંગ સેન્ટર તૈયાર થશે.

બ્રાઝિલમાં 85 ટકા દુધની ઉત્પાદન ગીર ગાયનું
​​​​​​​ભારતમાથી મેળવેલી ગીર ગાયની ઓલાદો વિકસાવી બ્રાઝીલ હાલમા દેશમા ઉત્પાદિત થતુ 85 ટકા દુધ આ નસલમાથી મેળવે છે. તે માટે તેણે લાંબી સફર ખેડી છે પરંતુ ભ્રુણ પ્રત્યાર્પણ થકી ભારતમા આ નસલ હવે ઝડપથી વિકસસે.

અન્ય સમાચારો પણ છે…