વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લામાં ચાલતી ગેર કાયદેસર પ્રવૃતિઓ અંકુશમાં લાવવા જિલ્લા LCBની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન એક મોપેડ ઉપર સગીરની મોપેડ અટકાવી ચેક કરતા સગીરની બેગમાંથી 2 પેકેટમાં 4.269 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સગીરની પ્રાથમિક પૂછપરછ કરતા તેના પિતા અને કાકાના કહેવા મુજબ પાર્સલ આપવા જતો હોવાનું સગીરે જણાવતા સગીરના પિતા અને કાકાને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા વલસાડ LCBની ટીમને વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાએ સૂચના આપી હતી. જે સૂચના અંધારે વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અને શંકાસ્પદ વાહનોનું વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન વાપી ગીતા નગરથી સરદાર માર્કેટ તરફ જતા રોડ ઉપર એક સગીર મોપેડ ચલાવી રહ્યો હતો. તેના ઉપર LCBની ટીમને શંકા જતા મોપેડ અટકાવી ચેક કરતા સગીરના ખંભામાં ભેરવેલી બેગ ચેક કરતા બેગમાં 2 પાર્સલ મળી આવ્યા હતા. વલસાડ LCBની ટીમે FSLની ટીમની મદદ લઈને વનસ્પતિ ગાંજોના જથ્થાની ચકાસણી કરતા FSLની ટીમે પાર્સલમાં ગાંજાનો જથ્થો હોવાની પુષ્ટિ કરી હતી. વલસાડ LCBની ટીમે પાર્સલમાં ચેક કરતા 2 પાર્સલમાંથી કુલ 4.279 ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમે 17 વર્ષના સગીર પાસે ગાંજાની હેરાફેરી કરાવનાર વ્યક્તિઓના નામ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા ગીતાનાગર ખાતે રહેતા રહેમાન સલીમ શેખ અને પાલઘર ખાતે રહેતા કાકા શરીફ સલીમ શેખના કહેવા મુજબ ગાંજાના પાર્સલ આપવા જતો હોવાનું જણાવ્યા વલસાડ LCBની ટીમે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી સગીરના પિતા અને કાકાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.