મહેસાણા23 મિનિટ પહેલા
- કૉપી લિંક

જોધનપુર ભુજ જવા નીકળેલ ટ્રેન પાટણ ખાતે આવતા ઉભી હતી એ દરમિયાન ટ્રેનમાં સવાર એરફોર્સનો જવાન બહાર ગયો ત્યારે અજાણ્યા કોઈ તસ્કરો જવાનનો સામાન ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર મામલે જવાને મહેસાણા રેલવે પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એરફોર્સના જવાનનો સામાન ચોરાયો
નિવાસલૂ રેડ્ડી નામનો એરફોર્સમાં નોકરી કરતો જવાન જોધપુરથી ભુજ જવા માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પોતાની જગ્યા પર બેઠો હતો. એ દરમિયાન ટ્રેન પાટણ રેલવે સ્ટેશન પાસે આવતા ઉભી રહી એ દરમિયાન જવાન બાથરૂમમા જતા તેની સીટ નીચે મુકેલ હેન્ડ બેગને અજાણ્યા કોઈ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જવાનની હેન્ડ બેગ જોવા મળી નહોતી. બાદમાં તેણે ટ્રેનમાં પણ તપાસ કરી જોકે જવાનની બેગમાં તેનો એરફોર્સનો પૂરો ડ્રેશ,રોકડા 10 હજાર,એરફોર્સનું આઈ કાર્ડ સહિતનો જરૂરી ડોક્યુમેન્ટ ચોરતા તેણે મહેસાણા રેલવે પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ચોંરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.