ડાંગ (આહવા)એક કલાક પહેલા
- કૉપી લિંક

સાપુતારા-વઘઈ રોડ પર સાપુતારાથી શામગહાન સુધીના લગભગ 10 કિમી જેટલાં ઘાટ સેકશનમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે ફરી સાપુતારા ઘાટ માર્ગમાં કર્ણાટકથી અમદાવાદ તરફ કેરી લઈને જતી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.
કેરી લઈને જતી આ ટ્રકની ભારે ઘાટ માર્ગના કારણે બ્રેક ફેલ થઈ જતાં ઘાટ માર્ગ ઉપરની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને ટ્રક રસ્તા ઉપરજ પલટી ગઈ હતી. સદનસીબે સંરક્ષણ દિવાલના કારણે ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી. આ અક્સ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજા થતાં સાપુતારા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. અને કેરીનો જથ્થો રસ્તા ઉપર વેરાઈ જતાં નુકશાન થયું હતું. જોકે સારી કેરી વીણીને અન્ય વાહન મારફત અમદાવાદ રવાના કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…