Sunday, April 23, 2023

યુવરાજસિંહને લઈને રાજ્યના ગૃહમંત્રીનું નિવેદન, કહ્યું- ‘સાચા કામ કરવાની સાથે જો ખોટા કામ થયા હશે તો કાર્યવાહી થશે’ | State Home Minister Harsh Sanghvi made a statement regarding Yuvraj Singh, action will be taken if there is wrongdoing along with doing the right thing. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • State Home Minister Harsh Sanghvi Made A Statement Regarding Yuvraj Singh, Action Will Be Taken If There Is Wrongdoing Along With Doing The Right Thing.

સુરત35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડમી ઉમેદવાર કાંડ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, અડધા નામ લોકો સમક્ષ મૂકવા અને કેટલાક છુપાવવા એ પણ યોગ્ય નથી

યુવરાજસિંહને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું ​​​​​​કે, રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી સાથે રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં આવશે નહીં.

ડમી ઉમેદવારકાંડમાં સીસીટીવી સહિતના પુરાવાના આધારે કાર્યવાહી
આ બાબતને લઈને ભાવનગર રેન્જ આઇ.જી દ્વારા સંપૂર્ણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના કોઈપણ યુવાનો પ્રકારની માહિતી આપે છે ત્યારે તેની ઉપર કામ કરવાનું પોલીસની જવાબદારી છે. યુવરાજસિંહે જે પણ માહિતી આપી હતી તેની ઉપર પણ પોલીસે કામ કર્યું છે. તે માહિતીમાં જે સાચું હતું. તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન જે પ્રકારે રેન્જ આઇ.જીને માહિતી આપી છે. તેમાં અમુક લોકો એવા પણ હતા કે, જેની મળિયા પછી બેઠકો કરી. ત્યારબાદ પ્લાનિંગ પૂર્વક નક્કી થયેલા રકમના કારણે કેટલાક નામો બહાર લાવામાં આવ્યા નહોતા. એ માહિતીના પાકા પુરાવાને ધ્યાનમાં લઈને ગઈકાલે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા.

સાચું કામ કરવા જોડે ખોટું કામ કરવાની સત્તા આપવામાં આવી નથી
યુવરાજસિંહ દ્વારા જે પણ નામો જાહેર કરવામાં આવ્યા હતા. તે તમામ નામો ઉપર તપાસ કરવામાં આવી છે. એ નામો ઉપર જે લોકો ખોટી રીતે પરીક્ષામાં જોડાયા હતા. તે તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે પરંતુ, સાચું કામ કરવા જોડે ખોટું કામ કરવાની સત્તા આપવામાં આવી નથી. આપવામાં આવેલા નામો ઉપર નીચે સુધી તપાસ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ઊંડાણપૂર્વક કરવામાં આવશે. કોઈની જોડે ક્યારેય અન્યાય ન થાય તે માટે ગુજરાત પોલીસ પાકા પાસે પ્રયાસ કરશે.

નામ છુપાવીને સેટલમેન્ટ કરવાનો પ્રયાસ થયો હોય તો તે ખોટું
હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, આ પહેલા પણ જે રીતે સાચી માહિતીઓ આપવામાં આવી હતી તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં માહિતી આપવામાં આવશે તે રીતે કામ કરવામાં આવશે પરંતુ, સાચી માહિતીઓ છુપાવીને કોઈને ડરાવી ધમકાવીને સેટલમેન્ટ કરવું પરંતુ, કાયદાકીય પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોઈપણ ગુનેગારોને સેટલમેન્ટ કરીને બચાવવાનો પ્રયાસ કરશો તો એ યોગ્ય ગણાશે નહીં. તમામ લોકો ઉપર યોગ્ય પ્રકારે પગલાંઓ ભરવામાં આવશે. માહિતી આપીને ગુનેગારોના નામ છુપાવો એ પણ મોટું પાપ છે. તે ગુનેગારોને બચાવવા માટે શું શું કરવામાં આવ્યું જાણવું પણ ખુબ જરૂરી છે. આ કાંડમાં જોડેલા તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

આ કોઈ રાજકીય મુદ્દો નથી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ મામલો રાજકીય સાથે જોડાયેલો નથી અને જો રાજકીય સાથે જોડાયેલો મામલો હોત તો આમ આદમી પાર્ટીના એ વર્ષોથી નેતા છે પરંતુ, તેઓએ જ્યારે પણ સાચી માહિતી આપી છે. ત્યારે અમે એ માહિતીનો આવકાર કર્યો છે. આ પહેલા પણ આ રીતે પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવ્યા છે અને જે ગુનેગારો હતા એમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: