- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- After 15 Days Of Birth, The Infant’s Heart Rate Decreased, The Doctors Of Civil General Hospital Saved Him From Death After Prolonged Treatment.
બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક

બનાસડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શંકર ચૌધરીના અથાગ પ્રયત્ન થકી આજે પશુપાલકોની એકમાત્ર જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવારમાં જિલ્લામાં મોખરે છે. મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે પાલનપુર તાલુકાના કોટડા ગામના વતની લીલાબેન દેવાભાઈ પરમારને થોડાક દિવસો અગાઉ પ્રસુતિની પીડા ઉપડતા પેટના ભાગે દુખાવો થતા તત્કાલીન નજીકના 108 મારફતે પાલનપુરની જાણીતી બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે આવેલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા.
દર્દીની તબિયત ખરાબ હોવાને લીધે પી.એન.સી વોર્ડમાં લઈ જવાયા બાદ કેશની ગંભીરતાને ધ્યાને લઈ તમામ રીપોર્ટ કરી પુરા માસે નોર્મલ પ્રસુતિમાં બાબાને જન્મ આપ્યો હતો માતા તેમજ બાળક તદુરસ્ત જણાતા એક દિવસ સુધી દાખલ કરાયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવી હતી જોકે ઘરે ગયા બાદ 15 દિવસ પછી બાળકને શ્વાસની તકલીફ થતા પરિવારજનોએ સિવિલ ખાતે આવેલ એસ.એન.સી.યુ વોર્ડમાં દાખલ કરી જરૂરી ટીટમેન્ટ આપવામાં આવી હતી.
જેમાં બાળકને શરદી.ઉઘરસ,તાવ અને શ્વાસોશ્વાસમાં તકલીફના કારણે તબીબીની આગવી કોઠાસુજના લીધે બાળકને સી-પેપ મશીન દ્વારા ઓક્સીજન ચાલુ કર્યા બાદ લોહીના જરૂરી રીપોર્ટ તેમજ છાતીનો ફોટો પાડી જરૂર જણાતા ભારે ઈન્જેકશનોની સાથે સાથે બોટલો ચાલુ કરવામાં આવી હતી. અચાનક બાળકને શ્વાસમાં તકલીફ અને હ્દયના ધબકારા ઓછા થઈ જતા હ્દયની મસાજ અને ઈન્જેકશન આપી હ્દયના ધબકારા વધારવામાં આવ્યાં હતા જે બાદ બાળકને વેન્ટીલેટર ઉપર રાખવાની ફરજ પડતા બે દિવસ પછી બાળકની તબિયત સુધારા પર આવતા સાદા ઓક્સિજન તેમજ માતાનું ધાવણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું 14 દિવસની લાંબી સારવાર બાદ બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.
સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનીલ જોષીના માર્ગદર્શન થકી બાળકો વિભાગના ડો અજીતકુમાર વાસ્તવ, ડો નેહા શર્મા, ડૉ આશા પટેલ ,ડૉ ધારા ચૌધરી જેઓ દ્વારા બાળકની સ્થિતિ ગંભીર હોવાથી બાળકને મોતના મુખ માંથી બચાવી નવજીવન આપવામાં આવ્યું હતું આ તબક્કે માતા પિતા સહીત પરિવારજનો એ સિવિલ પરિવાર ડોક્ટર સહીત નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.