Monday, April 24, 2023

સુરતમાં પિતાને મળી ચાલતો જતો યુવક રસ્તા વચ્ચે બેભાન થઈ પડી ગયો, હાર્ટ એટેકથી મોત; બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી | A young man who was walking to meet his father in Surat fell unconscious in the middle of the road, died of a heart attack; Children lost their father's shadow | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Young Man Who Was Walking To Meet His Father In Surat Fell Unconscious In The Middle Of The Road, Died Of A Heart Attack; Children Lost Their Father’s Shadow

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઉધના વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલ વ્યક્તિ ને હાર્ટ એટેક આવતા રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો. - Divya Bhaskar

ઉધના વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલ વ્યક્તિ ને હાર્ટ એટેક આવતા રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો.

સુરતમાં વધુ એક હાર્ટ એટેકને લઇ અચાનક સેકન્ડમાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે.ઉધના વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિ પિતાને મળીને ચાલતા ચાલતા રસ્તા પરથી જઈ રહ્યા હતા દરમ્યાન છાતીમાં દુખવા બાદ અચાનક જ રસ્તા પર ઢળી પડ્યા હતા. અને મોતને ભેટ્યા હતા. મરનારનું પીએમ કરાવતા છાતીમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ હાર્ટ એટેક આવતા વ્યક્તિ નું મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સેકન્ડમાં પ્રાણ પંખેરુ ચાલ્યા જવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં વધુ એક નું રસ્તા પર હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ એટેકને લઈ અચાનક થઈ રહેલા મોતને આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યો છે. જે રીતે હસતા રમતા, યોગા કરતા, બેઠા બેઠા કે રસ્તા પરથી ચાલતા જતા યુવાઓ અને વ્યક્તિઓના શરીરમાંથી સેકન્ડમાં પ્રાણ પંખેરુ ઉડી જાય છે. ત્યારે ફરી પાછી સુરતમાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ઉધના હરીનગર ત્રણ ખાતે 42 વર્ષે રેતી પોતાની મસ્તીમાં ચાલતા ચાલતા જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક એક જ સેકન્ડની અંદર તે રસ્તા પર ઢળી પડે છે અને તેના શરીરમાંથી પ્રાણ પંખેરુ ઉડી જાય છે.

રસ્તા પર ચાલતા જતો વ્યક્તિ અચાનક જ ઢળી પડ્યો

બનાવ અંગે મળતી વિગત મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં 42 વર્ષીય પંકજ દોલતભાઈ પટેલ રહે છે. તેઓ પલસાણામાં આવેલ એક મિલમાં કેશિયરની નોકરી કરે છે. તેમના પિતા ઉધના હરિ નગર ત્રણ ખાતે રહે છે ત્યારે પંકજ પટેલ તેમના પિતા દોલતભાઈ ને મળવા આવ્યા હતા અને મળીને સવારે નોકરી પર જવા પરત થઈ રહ્યા હતા. દરમિયાન ઉધના હરીનગર ત્રણ પાસે ના બીઆરસી મંદિર પાસે આવેલ રસ્તા પર અચાનક જ ઢળી પડ્યા હતા. રસ્તા પર ચાલતા ચાલતા જઈ રહેલા પંકજભાઈ સેકન્ડની અંદર અચાનક પડી ગયા હતા. અને મોતને ભેટ્યા હતા.

લોક ટોળું એકત્ર થઈ ગયું

રસ્તામાં અચાનક જ મૃતક પંકજભાઈ ઢળી પડતાં તાત્કાલિક આસપાસ થી લોકો દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ ને બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન ફરજ પરના તબીબો એ પંકજભાઈ ને મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ

ઉધનામાં ચાલતા ચાલતા રસ્તા પર જઈ રહેલા વ્યક્તિની અચાનક જ મોત થઈ જવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે રોડ પરથી બિન્દાસ્ત રીતે જઈ રહેલ વ્યક્તિના શરીરમાંથી માત્ર એક સેકન્ડમાં જ પ્રાણ પંખેરુ ઉડી જાય છે અને રોડ પર ઢળી પડે છે.

વ્યક્તિનું હાર્ટ અટેક થી નીપજ્યું મોત

રસ્તા પર ઢળી પડ્યા બાદ પંકજ પટેલને સારવાર માટે સિવિલ પર લવાયા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મરનાર વ્યક્તિનું પીએમ કરાવ્યું હતું. જ્યાં પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવકની નસ બ્લોકેજ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત યુવકને અન્ય કોઈપણ પ્રકારની બીમારી હતી નહીં. મોતની ભેટનાર પંકજ પટેલને રસ્તા પર છાતીમાં દુખાવો મોત થયા હોવાનું હાલ જાણવા મળ્યું છે જેથી તેમનું મોત હાર્ટ એટેકને કારણે આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે.

પરિવાર શોકમાં ગરકાવ

અચાનક જ 42 વર્ષે પંકજ પટેલ નું રસ્તામાં ચાલતા ચાલતા મોત થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મરનાર પંકજભાઈ ના પરિવારમાં તેમના પત્ની ૨૨ વર્ષીય એક પુત્ર અને 12 વર્ષીય પુત્રી છે. મિલમાં એકાઉન્ટન્ટ ની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પત્ની ગૃહિણી છે. બે બાળકો પૈકી 22 વર્ષે પુત્ર થોડા સમય પહેલા જ કેનેડામાં ભણવા માટે મોકલ્યો છે. પંકજભાઈ નું અકાળે રસ્તા પર અચાનક જ મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

મરનારના સ્વજન સુશીલભાઈએ જણાવ્યું હતું કે મૃતક પંકજભાઈ દૌલતભાઈ પટેલ મારો ફોઈનો દીકરો હતો. આજે સવારે સાડા 11 વાગ્યાની આસપાસ રસ્તામાં ચાલતા ચાલતા ભાઈ રસ્તામાં પડી ગયો હતો અને ત્યાં લોકોએ 108 માં તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. અમને અહી એવું જણાવવામાં આવ્યું હતું કે હાર્ટ બંધ થઈ જવાના લીધે કે પછી હાર્ટ એટેકના લીધે મોત થયું હશે.પરંતુ ફાયનલ પીએમ રીપોર્ટ બાદ જ તેના મોતનું સાચુ કારણ સામે આવશે.

સુશીલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે પહોચીને દુકાનોના સીસીટીવી ફૂટેજ જોયા હતા જ્યાં તે રસ્તામાં ચાલતા ચલતા પડી જતા દેખાયો હતો અને બાદમાં ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. મારો ભાઈ ડાઈંગ પ્રિન્ટીંગમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો. તેને સંતાનમાં બે બાળકો છે જેમાં એક છોકરી છે અને છોકરો છે તે હાલ કેનેડા ખાતે અભ્યાસ કરે છે.

અકસ્માત મોતનો ગુનો નોંધાયો

ઘટનાને લઇ ઉધના પોલીસે તપાસ શરૂ કરી હતી. પંકજભાઈ નું સિવિલમાં મોત થયા હોવાની જાણ થતા ઘટના અંગે પોલીસને માહિતી આપવામાં આવી હતી. ઉધના પોલીસ દ્વારા મૃતકનો પીએમ કરાવ્યા બાદ અને સીસીટીવીને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: